Baroda Dairy નું રાજકારણ વધુ એક વખત ગરમાયું!
Vadodara : આજરોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે (Independence Day Of India) દેશભરમાં તિરંગો ઝંડો શાનથી લહેરાવવામાં આવી રહ્યો છે. આજે વડોદરાની જાણીતી બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) માં પણ પ્રમુખ દિનેશભાઇ પટેલની હાજરીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો છે.
Advertisement
- બરોડા ડેરીનું રાજકારણ વધુ એક વખત ગરમાયું
- વિરોધ કરનારાઓને પ્રમુખે આપ્યે સણસણતો જવાબ
- સાવલીમાંથી વધારે પત્ર મળવા અંગે આડકતરો રાજકીય ઇશારો પણ કર્યો
Vadodara : આજરોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે (Independence Day Of India) દેશભરમાં તિરંગો ઝંડો શાનથી લહેરાવવામાં આવી રહ્યો છે. આજે વડોદરાની જાણીતી બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) માં પણ પ્રમુખ દિનેશભાઇ પટેલની હાજરીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો છે. તિરંગો લહેરાવ્યા બાદ બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) ના પ્રમુખના વિરોધીઓ પર આકરા તેવર સામે આવ્યા છે. તેમણે નામ લીધા વગર જ વિરોધીઓની શાબ્દિક ધુલાઇ કરી છે. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરી (Baroda Dairy - Vadodara) ના હાલના બોર્ડ વિરૂદ્ધ છેલ્લા કેટલાય સમયથી ડેરી આગેવાનોમાં નારાજગી અને આરોપબાજીનો દોર જોવા મળી રહ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ બરોડા ડેરીના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવી ચુક્યા છે.
Advertisement


