ઘાટીમાં પરિવર્તનની શરૂઆત, 25 લાખ મતદારોને મળશે અધિકાર
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)મા કલમ 370 હટાવ્યા બાદથી વિધાનસભા ચૂંટણી (Assembly Election) કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. કહી શકાય કે, ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, આવતા માર્ચ પછી ઘાટીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે. પરંતુ તે પહેલા જ વિપક્ષે બુમો પાડવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં, કેન્દ્રીય ચૂંટણી પંચે ઘાટીના નવા મતદારોને મતદાનનો અધિકાર આપàª
Advertisement
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)મા કલમ 370 હટાવ્યા બાદથી વિધાનસભા ચૂંટણી (Assembly Election) કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. કહી શકાય કે, ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, આવતા માર્ચ પછી ઘાટીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે. પરંતુ તે પહેલા જ વિપક્ષે બુમો પાડવાનું શરૂ કરી દીધું છે.
વાસ્તવમાં, કેન્દ્રીય ચૂંટણી પંચે ઘાટીના નવા મતદારોને મતદાનનો અધિકાર આપવાના નિયમોમાં ફેરફાર કરી દીધા છે. આ જ નિયમો હેઠળ જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ જમ્મુની 11 વિધાનસભામાં એક મહિનામાં નવી મતદાર યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ડેપ્યુટી કમિશનરના આ આદેશ સામે રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત અનેક પક્ષોને વાંધો છે. જોકે, હોય તેમા પણ કોઇ નવાઇની વાત નથી, આખરે 25 લાખ મતદારોનો પ્રશ્ન છે, જે સમગ્ર ચૂંટણીના પરિણામોને પલટાવવા માટે પૂરતો છે.
વિવાદ શું છે?
વાસ્તવમાં, આ નવા નિયમ અનુસાર, કોઈપણ નાગરિક જે એક વર્ષથી વધુ સમયથી ઘાટીમાં રહે છે તેને મત આપવાનો અધિકાર મળે છે. જેના કારણે 25 લાખ મતદારોને મતદાનનો અધિકાર મળશે. ઘાટીમાં છેલ્લા 3 દાયકાથી બગડતી પરિસ્થિતિને કારણે કાશ્મીરની બહાર રહેતા અન્ય કાશ્મીરીઓ સહિત લગભગ 4.5 લાખ કાશ્મીરી પંડિતોને મતદાનનો અધિકાર નથી મળી રહ્યો. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતના બંધારણ મુજબ ચૂંટણી પંચ તમામને ચૂંટણીનો અધિકાર આપે છે, એટલું જ નહીં, પશ્ચિમી પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિંદુઓને પણ મતદાનનો અધિકાર આપવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી આ વખતે કાશ્મીરી પંડિતો માટે 2 વિધાનસભા બેઠકો અનામત રાખવામાં આવી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે હવે કાશ્મીરી પંડિતોના ઉમેદવારોને પણ વિધાનસભામાં તક મળવાની છે. આ સાથે હવે સમગ્ર દેશની જેમ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો થશે, જે પહેલા 6 વર્ષનો હતો.
પ્રથમ વખત ST ક્વોટામાં મતદાન
કાશ્મીરી પંડિતોના હિજરત બાદ ઘોટીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે પહાડી આદિવાસીઓ પણ ખૂબ નારાજ થયા. પરંતુ બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે હતા, જે દરમિયાન તેઓ જસ્ટિસ શર્માની ભલામણોને લાગુ કરવા સંમત થયા હતા અને પહાડી આદિવાસીઓને ST ક્વોટા આપવાનું વચન આપ્યું હતું. ઘાટીમાં પ્રથમ વખત ST કેટેગરી માટે 9 વિધાનસભા બેઠકો અનામત રાખવામાં આવી છે. 70 લાખની વસ્તીવાળા જમ્મુ અને કાશ્મીરમાં 17 લાખ પહાડી આદિવાસીઓ છે જેઓ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે. દેખીતી રીતે વિરોધી પક્ષના પેટમાં દુખાવો થવાનો જ છે.
મતદારોએ શું કરવું જોઈએ?
કમિશને જમ્મુ-કાશ્મીરમાં વોટિંગ લિસ્ટમાં તમારું નામ નોંધાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ચાલો જાણીએ શું છે આ નિયમ. નવા નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ જે છેલ્લા એક વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં રહે છે તે છેલ્લા એક વર્ષનું ગેસ, વીજળી, પાણી, આધાર કાર્ડ, મિલકતના દસ્તાવેજો, ભારતીય પાસપોર્ટ, બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, ઉપરાંત ભાડા કરાર જમા કરાવીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement


