Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરગવાનું સૂપ પીવાથી થાય છે આ ફાયદાઓ, જાણો

સરગવો (Drumstick) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના પાંદડા અને ફળ, ફૂલો, છાલ અને મૂળ સુધી બધુ ખુબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવાની, યુવાન રાખવામાં પણ મદદ કરે છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવા ઘણા પોષકતત્વો હોય છે, જે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.સરગવાના સૂપ પિવાના ફાયદાસરગવાના સૂપના (Drumstick Soup) સેવનથી અનેà
સરગવાનું સૂપ પીવાથી થાય છે આ ફાયદાઓ  જાણો
Advertisement
સરગવો (Drumstick) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાના પાંદડા અને ફળ, ફૂલો, છાલ અને મૂળ સુધી બધુ ખુબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવાની, યુવાન રાખવામાં પણ મદદ કરે છે. સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવા ઘણા પોષકતત્વો હોય છે, જે આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.
સરગવાના સૂપ પિવાના ફાયદા
સરગવાના સૂપના (Drumstick Soup) સેવનથી અનેક ફાયદા થાય છે. સરગવાના સૂપથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પથ્થરી બહાર કાઢવા માટે સરગવાનું સૂપ ઉપયોગી છે. તે સિવાય કોલેસ્ટ્રોલ ઘટડવા, બ્લડ પ્રેશર નોર્મલ રાખવા, પાચનશક્તિ મજબૂત બનાવવે છે. તેમજ દાંતોમાં કેવિટી, પેટાના કૃમિ, સંધિવા, પેટની તકલીફો, લીવરને સ્વસ્થ રાખવામાં સરગવો ખુબ ઉપયોગ છે.
કેવી રીતે બનાવશો સરગવાનું સૂપ
સરગવાનું સૂપ (Drumstick Soup) બનાવવા માટે સૌપ્રથમ સરગવાની શિંગ ધોઈને કાપી લો અને ગરમ પાણીમાં જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો. નરમ થયા પછી આ કઠોળને મિક્સરમાં પીસી લો અને તેનો માવો તૈયાર કરો. હવે એક કડાઈમાં એક ચમચી ઘી લો અને તેમાં હિંગ ઉમેરો. થોડીવાર બાદ તેમાં સરગવાની શિંગનો પલ્પ ઉમેરો. હવે તેમાં કાળું મીઠું, મીઠું, કાળા મરી અને જીરું પાવડર ઉમેરો. 5 મિનિટ પકાવો અને ગેસ બંધ કરો. હવે તમારું સૂપ તૈયાર છે. તેના પર કોથમીર નાખીને ગરમા-ગરમ સર્વ કરો.
Tags :
Advertisement

.

×