હળવદના ભક્તિ હરી સ્વામીએ કરી વિવાદીત ટીપ્પણી
હળવદ નજીક રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીએ એક વીડિયોમાં કરેલી વિવાદીત ટીપ્પણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Advertisement
- હળવદના ભક્તિ હરી સ્વામીએ કરી વિવાદીત ટીપ્પણી
- ચારણ બાઈનું નામ લઈ ભક્તિ હરી સ્વામીનો વાણીવિલાસ
- "જીવરાજભાઈને સ્વામી નારાયણ ભગવાને દર્શન આપ્યા"
- "ચારણ બાઈનો મંત્રેલો પારો જોઈને પાછા વળી ગયા"
- "ચારણ બાઈએ આપેલો પારો જોઈને પાછા વળી ગયા"
- "ગળામાં બાંધેલો પારો જોઈને ભગવાન પાછા વળી ગયા"
- "ભગવાન દુઃખ મટાડવા આવ્યા પણ ગળામાં પારો હતો"
- રણજીતગઢ પાસેના હરિકૃષ્ણ ધામના સ્વામીનો વીડિયો
હળવદ નજીક રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીએ એક વીડિયોમાં કરેલી વિવાદીત ટીપ્પણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ચારણ બાઈનું નામ લઈને વાણીવિલાસ કરતાં કહ્યું કે, જીવરાજભાઈને સ્વામી નારાયણ ભગવાને દર્શન આપ્યા હતા, પરંતુ ચારણ બાઈએ આપેલો મંત્રેલો પારો તેમના ગળામાં બાંધેલો જોઈને ભગવાન પાછા વળી ગયા. સ્વામીએ વધુમાં જણાવ્યું કે ભગવાન દુઃખ મટાડવા આવ્યા હતા, પરંતુ ગળામાં પારો હોવાને કારણે તેઓ દર્શન આપ્યા વિના જતા રહ્યા. આ નિવેદનથી ચારણ બાઈ અને તેમની ભક્તિ પર પરોક્ષ રીતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement


