Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાણવડ-પોરબંદર વચ્ચે બે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે, જાણો ક્યારે શરુ થશે ટ્રેન

મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવિઝનના ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14મી એપ્રિલ, 2022 થી આગામી આદેશ સુધી બે અનારક્ષિત દૈનિક પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.  તેમનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ કોચના ભાડા જેટલું રાખવામાં આવ્ય્યું છે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છેટ્રેન નંબર 09549/09550 ભાણવડ - પોરબંદર – ભાણવડ ટ્રેન નંબર 09550 (પોરબંદર - ભાàª
ભાણવડ પોરબંદર વચ્ચે બે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે  જાણો ક્યારે શરુ થશે ટ્રેન
Advertisement
મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવિઝનના ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14મી એપ્રિલ, 2022 થી આગામી આદેશ સુધી બે અનારક્ષિત દૈનિક પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.  તેમનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ કોચના ભાડા જેટલું રાખવામાં આવ્ય્યું છે. 
ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
  • ટ્રેન નંબર 09549/09550 ભાણવડ - પોરબંદર – ભાણવડ 
ટ્રેન નંબર 09550 (પોરબંદર - ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ સવારે 06:00 વાગ્યે ઉપડશે અને સવારે 7:35 વાગ્યે ભાણવડ સ્ટેશન પહોંચશે.  તેવી જ રીતે, આ ટ્રેન પરત ફરશે જેમનો ટ્રેન નં. 09549 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી દરરોજ સવારે 8:00 વાગ્યે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 9:50 કલાકે પહોંચશે.
  • ટ્રેન નંબર 09551/09552 ભાણવડ - પોરબંદર – ભાણવડ 
ટ્રેન નંબર 09552 (પોરબંદર - ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ 19:00 કલાકે ઉપડશે અને 20:10 કલાકે ભાણવડ સ્ટેશન પહોંચશે.  તેવી જ રીતે, આ ટ્રેન પરત ફરશે જેમનો  ટ્રેન નંબર 09551 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી 21:30 કલાકે ઉપડશે અને 22:55 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે.
આ સ્ટૅશન પર ઉભી રહેશે ટ્રેન
બંને ટ્રેન રાણાવાવ, રાણાબોરડી, શખપુર, તરસઈ અને વાંસજળીયા સ્ટેશનો પર ઉભી રહેશે.  ટ્રેન નંબર 09549 ભાણવડ - પોરબંદર સવારે ભાણવડથી પોરબંદર જતી વખતે અને ટ્રેન નંબર 09552 પોરબંદર – ભાણવડ સાંજે પોરબંદરથી ભાણવડ જતી વખતે જશાપર સ્ટેશને ઉભી રહેશે.
   
covid-19 ના નિયમોનું કરવું પડશે પાલન 
દેશમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઇ રહ્યો છે ત્યારે હવે કોરોનાનું સંક્ર્મણ અટકાવવામાં લોકોએ ફરી જાગૃત રહેવું પડશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને COVID-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.

×