Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતી સિંહેને દાઢી-મૂછ પર મજાક કરવી પડી ભારે,જાણો શું છે મામલો

ભારતી સિંહનો એક જૂનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભારતી  દાઢીની મજાક ઉડાવવતી જોવા મળે છે. હવે આ મુદ્દે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે આ મામલો ભારતી સુધી પહોંચ્યો તો તેણે આ મુદ્દે માફી પણ માંગી છે.  જાણો શું છે મામલો એક જૂના વીડિયો પર લોકો ભારતી સિંહને ટ્રોલ કરી રહ્યા છે. આ ક્લિપમાં ભારતી દાઢી અને મૂછની મજાક કરતી જોવા મળી રહી છે. લોકો ભારતીને કહી ર
ભારતી સિંહેને દાઢી મૂછ પર મજાક કરવી પડી ભારે જાણો શું છે મામલો
Advertisement
ભારતી સિંહનો એક જૂનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભારતી  દાઢીની મજાક ઉડાવવતી જોવા મળે છે. હવે આ મુદ્દે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે આ મામલો ભારતી સુધી પહોંચ્યો તો તેણે આ મુદ્દે માફી પણ માંગી છે. 
 
જાણો શું છે મામલો 
એક જૂના વીડિયો પર લોકો ભારતી સિંહને ટ્રોલ કરી રહ્યા છે. આ ક્લિપમાં ભારતી દાઢી અને મૂછની મજાક કરતી જોવા મળી રહી છે. લોકો ભારતીને કહી રહ્યાં છે કે તેણે એક ખાસ સમુદાય વિશે આ વાત કહી છે. હવે ભારતીએ ઈન્સ્ટાગ્રામ પર આ મુદ્દે પોસ્ટ કરીને  જવાબ પણ આપ્યો છે. ભારતી કહે છે કે તેણે આ વીડિયો ઘણીવાર જોયો પણ મને તેમાં કંઈ ખોટું નથી લાગ્યું. મેં જનરલ વાત જ કરી રહી હતી, કોઈની મજાક ઉડાવી નથી. એટલું જ નહીં તેણે આ વીડિયો માટે માફી પણ માંગી છે. જોકે આ વિડિયો જૂનો છે. તેમાં તેની સાથે જસ્મીન ભસીન પણ છે. 


કહ્યું- એક બહેન સમજી મને માફ કરો
ભારતી સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોની માફી માંગી છે. તેનું કારણ તેનો એક જૂનો વીડિયો છે.લોકો દ્વારા સતત આ મુદ્દે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યી હતી. ભારતીએ કેપ્શનમાં લખ્યું, હું લોકોને ખુશ કરવા માટે કોમેડી કરું છું કોઈનું દિલ દુભાવવા માટે નહીં. જો મારી કોઈ વાતે દુઃખ થયું હોય તો મને તમારી બહેન સમજી માફ કરી દેજો.
કોઈ ધર્મ-જાતિ વિશે કહ્યું નથી
નમસ્કાર સતશ્રી અકાલ. એક-બે દિવસથી મારો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે મને પણ મોકલવામાં આવ્યો છે, મેસેજ પણ મળ્યાં છે  કે તમે દાઢી અને મૂછની મજાક કરી છે. પહેલાાં તો હું 2 દિવસથી સતત આ વિડિયો વારંવાર જોઈ રહ્યી છું. હું તમને પણ વિનંતી કરીશ કે તમે પણ જુઓ. અને મેં ક્યાંય કોઈ ધર્મ કે જાતિ વિશે એવું નથી કહ્યું કે આ ધર્મના લોકો દાઢી રાખે છે જેનાથી તકલીફ થાય છે. તમે વીડિયો જુઓ, મેં કોઈ પંજાબી વિશે એવું નથી કહ્યું કે પંજાબી લોકો દાઢી રાખે છે અથવા દાઢી મૂછને કારણે આ સમસ્યા થાય છે. હું મારા મિત્ર સાથે સામાન્ય રીતે વાત કરતી હતી. આજકાલ દરેક વ્યક્તિ દાઢી રાખે છે. જો આનાથી કોઈ ધર્મ અને જાતિના લોકોને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. હું પોતે પંજાબી છું, મારો જન્મ અમૃતસરમાં થયો છે. પંજાબી હોવાનો ગર્વ છે. પંજાબની વેલ્યુ હંમેશા કરીશ. મને ગર્વ છે કે હું પંજાબી છું.
Advertisement
Tags :
Advertisement

.

×