ભરૂચ નગરપાલિકાએ 3 કરોડનું આંધણ કર્યું પણ...
ભરૂચ (Bharuch) શહેર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ નગરપાલિકાએ 3 કરોડનું આંધણ કર્યું હોવા છતાં ફાટા તળાવથી ચાર રસ્તા સુધી ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ઉભરાયા હતા. નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની લાલિયા વાડીના કારણે પાણી ભરાયા હોવાના આક્ષેપ થયા હતા. વરસાદી પાણી ભરાતા થત
Advertisement
ભરૂચ (Bharuch) શહેર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ નગરપાલિકાએ 3 કરોડનું આંધણ કર્યું હોવા છતાં ફાટા તળાવથી ચાર રસ્તા સુધી ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ઉભરાયા હતા. નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની લાલિયા વાડીના કારણે પાણી ભરાયા હોવાના આક્ષેપ થયા હતા.
વરસાદી પાણી ભરાતા થતા વેપારીઓની હાલત કફોડી બની હતી.
વરસાદી પાણી ભરાયા
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સવારથી જોવા મળી રહ્યા છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ભરૂચના સેવાશ્રમ રોડથી માંડી પાંચબત્તી સહિત કસક દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ વરસવાના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા એટલું જ નહીં ભરૂચ નગરપાલિકાએ ત્રણ કરોડના ખર્ચે ફાટા તળાવથી ચાર રસ્તા સુધીની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન બનાવી છતાં પણ પરિસ્થિતિમાં સુધારો જોવા મળતો નથી.
ડ્રેનેજ લાઇન બનાવામાં વેઠ ઉતારાઇ હોવાના આરોપ
ભરુચમાં વર્ષોની પરંપરા મુજબ વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા અને ઢીંચણ સમા સુધી પાણી ભરાઈ રહેતા કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઈન બનાવવામાં વેઠ ઉતારી હોવાના પણ આક્ષેપો થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ વરસાદી પાણી અને ગટરના પાણી રોડ ઉપરથી ઘૂંટણ સુધી વહેતા થતા વિસ્તારના લોકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ ઈદે મિલાદ પડવાની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરો થનગની રહ્યા છે ત્યાં જ વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ભરાઈ રહેતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


