Bharuch Rain : ભરૂચના આમોદ તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ
આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની હતી. ઢાઢર નદીના પાણી માનસંગપુરા ગામની સપાટી થી ખૂબ જ નજીક વહી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીમાં આવતા ઢાઢર નદી ગાંડીતૂર બની છે. માનસંગપુરા ગામના લોકોને તલાટી દ્વારા સતર્ક અને એલર્ટ રહેવા જણાવ્યું છે. ઢાઢર નદીની સામેના દ્રશ્યો બેટમાં ફેરવાયા હોય તેમ જોવા મળી રહ્યા હતા. આમોદ તાલુકામાં માનસંગપુરા ગામ ઢાંઢર નદીની બંને બાજુથી ઘેરાયું હોય તેને લઈ તંત્ર દ્વારા તેમને સાવચેત રહેવા જણાવ્યું હતું. થોડી થોડી વારે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે પગલે ઢાઢર નદીના પ્રવાહમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને પગલે જો સતત વરસાદ પડે તો આમોદ તાલુકાના આસપાસના તમામ ગામોને સ્થાનાંતર કરવાની ભીતિ સર્જાઈ એમ લાગી રહ્યું છે.


