Bhavnagar : વેળાવદર ગામે રસ્તાની સમસ્યા યથાવત, ખેડૂતોની પોલીસ વડાને રજૂઆત
- ભાવનગરના વેળાવદર ગામે રસ્તાને લઈને ખેડૂતો પરેશાન
- સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડાને ખેડૂતોએ કરી રજૂઆત
- ખેડૂતો આ રસ્તા પર નીકળતા ધમીકી અપાતી હોવાનો દાવો
- મામલતદાર અને કલેક્ટર દ્વારા રોડ રસ્તો ખુલ્લો કરવાનો હુકુમ
- એક વર્ષ પેહલા હુકુમ થયો છતાં પણ પરિસ્થિતિ યથાવત
- ખેતરના માલિકે મનમાની ચલાવી દરવાજો ચણ્યાનો આરોપ
- ખેડૂતો અંદર જવાનો પ્રયાસ કરતા અપશબ્દો બોલતા હોવાનો દાવો
Bhavnagar : ભાવનગર જિલ્લાના વેળાવદર ગામે ખેતરે જવાના રસ્તાની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, ખેતરના એક માલિકે પોતાની મનમાની ચલાવીને ગેરકાયદેસર દરવાજો ચણી દીધો છે, જેના કારણે અન્ય ખેડૂતો માટે ખેતરમાં પ્રવેશવું મુશ્કેલ બન્યું છે.
મામલતદાર અને કલેક્ટર દ્વારા રોડ રસ્તો ખુલ્લો કરવાનો હુકુમ
આ મામલે મામલતદાર અને કલેક્ટર કચેરી દ્વારા 1 વર્ષ પૂર્વે જ રોડ-રસ્તો ખુલ્લો કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો હોવા છતાં, આ હુકમનું પાલન થયું નથી અને પરિસ્થિતિ આજે પણ યથાવત છે. ખેડૂતો જ્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને ધમકીઓ આપવામાં આવે છે અને અપશબ્દો બોલીને અટકાવવામાં આવે છે. આ સતત થઈ રહેલી સતામણી અને વહીવટી તંત્રના હુકમની અવગણનાથી કંટાળીને આખરે ખેડૂતોએ ન્યાય મેળવવા માટે સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડાને વિગતવાર રજૂઆત કરી છે.
આ પણ વાંચો : Bhavnagar: આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલ હવે જેલમાંથી ચલાવતી હતી નેટવર્ક!


