ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું લાંબી બીમારી બાદ નિધન
રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મળી રહેલી માહિતી અનુસાર, જાન્યુઆરીમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, આખરે તેઓ આ જંગ હારી ગયા છે. બપોરે 1 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધનના સમાચાર કોંગ્રેસ પાર્ટી માટે એક આભ ભાà
Advertisement
રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મળી રહેલી માહિતી અનુસાર, જાન્યુઆરીમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, આખરે તેઓ આ જંગ હારી ગયા છે. બપોરે 1 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધનના સમાચાર કોંગ્રેસ પાર્ટી માટે એક આભ ભાટી નીકળ્યું હોય તે બરાબર છે. જાન્યુઆરીમાં તેમની તબિયત અચાનક લથડી જતા તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ ત્યારબાદ તેમને ચેન્નઇની હોસ્પિટલમાં સારવાર અર્થે ટ્રાન્સફર કરાયા હતા. અંદાજે 1 મહિનાથી તેઓ ચેન્નાઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સુત્રોના જણાવ્યા અનુસાર તેમના મલ્ટીપલ ઓર્ગન ડેમેજ થયા હોવાના કારણે તેમનું નિધન થયું છે.
વધુમાં ડૉ. અનિલ જોશીયારા 1995થી અત્યાર સુધી ભીલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહીં ડૉ. અનિલ જોશીયારાએ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન પણ કર્યુ હતુ.
ડૉ.અનિલ જોશીયારાના નિધન પર ગ્યાસુદિન શેખે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "અનિલ જોશીયાર વર્ષોથી આદિવાસી સમાજના અગ્રેસર હતા. આજે એમના જવાથી કોંગ્રેસ પક્ષ અને ગુજરાતને બહુ મોટી ખોટ પડી છે. ખૂબ જ ભારે હૃદયે હું શ્રદ્ધાંજલી વ્યક્ત કરું છું, ભગવાન એમની આત્માને શાંતિ આપે."
હિંમત સિંહ પટેલ (બાપુનગર ધારાસભ્ય)એ પણ ડૉ.અનિલ જોશીયારાના નિધન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જોશીયાર સાહેબ છેલ્લી પાંચ વખતથી સેવા આપી છે. હરહમેંશા માયાળુ, અને પ્રેમાળ, કર્મઠ અને નિષ્ઠાવાન સમજે એક સાચો વ્યક્તિ ગુમાવ્યો છે. એક જાગૃત ધારાસભ્ય હતા. હું ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છે.
અનિલ જોશીયાર નિધન અંગે કોગેસ ધારાસભ્ય આનંદ ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. આજે ચાલુ ગૃહ દુઃખદ સમાચાર મળ્યા. જોશીયારા સાહેબનું દુઃખદ અવસાન થયું. જનરલ બજેટ પર ચર્ચા કે આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત હોય કે પછી વિધાનસભા ઘેરાવના કાર્યકમ કેમ ના હોય તમામ પ્રશ્નો ઉકેલતા. સરકાર સામે કેવી રીતે અવાજ ઉઠવવો તે પણ તેઓ યોગ્ય રીતે સમજતા હતા. તેમની ખોટ ક્યારે પુરી કરી શકાય નહીં. તેમના પરિવાર પર જે આફત આવી છે તેને પ્રભુ પાર પડે તેવી પ્રાર્થના.
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ.જોશીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે, ડૉ. જોશીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. CMએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન આ દુઃખદ સમાચાર મળતા આજે વિધાનસભાની કામગીરી મુલતવી રખાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અનિલભાઈ જોશિયારાનો જન્મ 24 એપ્રિલ 1953ના રોજ અનુસૂચિત જનજાતિ પરિવારમાં થયો હતો. તેમણે એન.આર.એ.માંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. જોશિયારાએ 1979માં અમદાવાદની બીજે મેડિકલ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બીજે મેડિકલ કોલેજમાંથી એમએસ (સર્જન) પૂર્ણ કર્યું. જોશિયારાએ સિવિલ હોસ્પિટલ ભિલોડામાં અધિક્ષક અને સિવિલ સર્જન તરીકે 6 વર્ષ, સિવિલ હોસ્પિટલ હિમતનગરમાં સિવિલ સર્જન તરીકે 3 વર્ષ અને સિવિલ સર્જન ભરૂચમાં ચાર વર્ષ સુધી કામ કર્યું.


