Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભોજપુરી અભિનેતા રવિ કિશનની દીકરી અગ્નિપથ અંતર્ગત સેનામાં જોડાશે, જાણો પિતાએ શું કહ્યું?

જ્યારથી ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી દેશભરના ઘણા રાજ્યોમાં યુવાનોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ક્યાંક ટ્રેનો સળગાવવામાં આવી રહી છે તો ક્યારેક યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બીજેપી સાંસદ અને પ્રખ્યાત ભોજપુરી એક્ટર રવિ કિશને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરી છે જે વાયરલ થઈ રહી છે. આ ટ્વિટમાં તેમણે  જણાવ્યું કે તેમની પુત્રી આ અગà«
ભોજપુરી અભિનેતા રવિ કિશનની દીકરી અગ્નિપથ અંતર્ગત સેનામાં જોડાશે  જાણો પિતાએ શું કહ્યું
Advertisement
જ્યારથી ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે ત્યારથી દેશભરના ઘણા રાજ્યોમાં યુવાનોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ક્યાંક ટ્રેનો સળગાવવામાં આવી રહી છે તો ક્યારેક યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બીજેપી સાંસદ અને પ્રખ્યાત ભોજપુરી એક્ટર રવિ કિશને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરી છે જે વાયરલ થઈ રહી છે. આ ટ્વિટમાં તેમણે  જણાવ્યું કે તેમની પુત્રી આ અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગે છે.

NCC ડ્રેસમાં જોવા મળી દીકરી
રવિ કિશને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી દીકરી ઈશિતા શુક્લાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં અભિનેતાની પુત્રી એનસીસી ડ્રેસમાં અને હાથમાં પ્રમાણપત્ર પકડેલી જોવા મળે છે. પુત્રીની આ તસવીર ટ્વિટ કરતા રવિ કિશને લખ્યું- 'મારી પુત્રી ઈશિતા શુક્લાએ આજે સવારે મેન કહ્યું કે ‘પપ્પા હું પણ અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાવા માંગુ છું.’ તો મેં તેને કહ્યું, ‘દીકરા આગળ વધ.’
લોકોએ શું કહ્યું?
એક તરફ જ્યાં કેટલાક લોકો દીકરી અને રવિ કિશનના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમની મજાક પણ ઉડાવી રહ્યા છે. રવિ કિશનની પોસ્ટ પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને સારી પહેલ ગણાવી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે આ બધું ખટું છે. એક યુઝરે લખ્યું- 'વાહ! શુભેચ્છાઓ'. અન્ય એક યુઝરે લખ્યું - હા, તમારી દીકરીને નિવૃત્તિ પછી કોઈ કમી નહીં રહે. તમને બધું જ માસ્ટરસ્ટ્રોક કેમ લાગે છે?' એક યુઝરે લખ્યું કે 'જ્યારે ઈશિતા ટ્રેનિંગમાં જશે, ત્યારે પણ એક ટ્વીટ કરજો'. અન્ય એક યુઝરે લખ્યું છે કે 'લાખો યુવાનોનો વિચાર કરો જે 24-25 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે'.
શું છે અગ્નિપથ સ્કીમ?
અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની આર્મી, નેવી અને એરફોર્સમાં 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ 75 ટકા સૈનિકોને ઘરે મોકલી દેવામાં આવશે અને બાકીના જવાનોને સેનાના કાયમી પદ પર નિયુક્ત કરવામાં આવશે. આ યોજનાની જાહેરાત બાદથી જ તેનો ભારે હિંસક વિરોધ થઇ રહ્યો છે. જો કે 19 જૂને ત્રણેય સેનાના વડાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ યોજના સાથે જોડાયેલા તમામ સવાલોના જવા
Advertisement
Tags :
Advertisement

.

×