Ahmedabad : ભુવો પડતા લોકોએ AMCની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવો પડ્યો છે. માનસી સર્કલ પાસે ગોયલ ટાવર પર ભુવો પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.
Advertisement
અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે આવેલ ગોયલ ટાવર પાસે ભૂવો પડ્યો હતો. ગોયલ ટાવરમાં આવેલ દુકાન બહાર જ ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા વેપારીઓ ચિંતામા મુકાયા હતા. AMC દ્વારા ભૂવો પડતા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે કોર્ડન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પડેલ વરસાદમાં ભૂવો પડ્યો હતો. આ જગ્યા પર પહેલા પણ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની કામગીરી યોગ્ય ના થતા તે જગ્યા પર ફરી ભૂવો પડ્યો છે.
Advertisement


