Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એશિયા કપ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી બહાર

એશિયા કપ 2022 શરુ થયાનાં એક અઠવાડીયા પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી ઈજાને કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવાર એટલે કે 20 ઓગસ્ટનાં રોજ એક અપડેટ જાહેર કરી શાહીનની ઈજા પર આ અપડેટ આપી. પાકિસ્તાની બોર્ડે જણાવ્યું કે આફ્રીદીને તેમના ગોઠણની ઈજાને કારણે એક મહિનાથી વધારે સમય માટે આરામ કરવાની સલàª
એશિયા કપ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો  આ સ્ટાર ખેલાડી બહાર
Advertisement
એશિયા કપ 2022 શરુ થયાનાં એક અઠવાડીયા પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી ઈજાને કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવાર એટલે કે 20 ઓગસ્ટનાં રોજ એક અપડેટ જાહેર કરી શાહીનની ઈજા પર આ અપડેટ આપી. પાકિસ્તાની બોર્ડે જણાવ્યું કે આફ્રીદીને તેમના ગોઠણની ઈજાને કારણે એક મહિનાથી વધારે સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાને એશિયા કપમાં પોતાની પહેલી મેચમાં 28 ઓગસ્ટના રોજ ભારતનો સામનો કરવો પડશે. 
લેફ્ટ હેન્ડ સ્ટાર યુવા બોલર શાહીન આફ્રીદીને ગયા મહીને શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ગોઠણ પર ઈજા થઇ હતી, જેને કારણે તેઓ બીજી ટેસ્ટમાં પણ રમી શક્યા ન હતા. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટનાં રોજ એશિયા કપ 2022નો મુકાબલો થશે. આ ટૂર્નામેન્ટ પહેલા બંને ટીમો અલગ અલગ દેશોમાં વન ડે સીરીઝમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ ઝીમ્બાબ્વે સામે ODI સીરીઝ રમી રહી છે, જ્યારે બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાનની ટીમ નેધરલેંડનાં પ્રવાસે છે. એશિયાની આ બંને શક્તિશાળી ટીમોએ પોતાના હરીફો સામે જીત નોંધાવી છે. 
Advertisement
Tags :
Advertisement

.

×