Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ભટ્ટની હત્યા મામલે મોટો નિર્ણય, SITને સોંપાઈ તપાસ, પત્નીને નોકરી આપવાની જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ પ્રશાસને પરિવારને મદદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આ મામલાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. એલજી ઓફીસે ટ્વીટ કર્યું છે કે આતંકવાદી હુમલાના તમામ પાસાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનના SHOને પણ જોડવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયના નિવેદન અનુ
રાહુલ ભટ્ટની હત્યા મામલે મોટો નિર્ણય  sitને
સોંપાઈ તપાસ  પત્નીને નોકરી આપવાની જાહેરાત
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા બાદ
પ્રશાસને પરિવારને મદદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આ મામલાની તપાસ માટે
SITની પણ રચના કરવામાં આવી છે. એલજી ઓફીસે ટ્વીટ કર્યું છે કે આતંકવાદી
હુમલાના તમામ પાસાઓની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે. આ મામલે સંબંધિત પોલીસ સ્ટેશનના
SHOને પણ જોડવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયના નિવેદન
અનુસાર
જમ્મુ-કાશ્મીર પ્રશાસને આતંકવાદી
હુમલામાં માર્યા ગયેલા રાહુલ ભટ્ટની પત્નીને સરકારી નોકરી અને પરિવારને આર્થિક
મદદનું વચન આપ્યું છે. રાહુલ ભટ્ટની પુત્રીના શિક્ષણનો ખર્ચ સરકાર ઉઠાવશે.


Advertisement

ચદૂરા નગરમાં તહેસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાહુલ ભટ્ટને ગોળી મારી
દીધી હતી. ભટ્ટને
2010-11માં સ્થળાંતર કરનારાઓ માટેના વિશેષ
આયોજન પેકેજ હેઠળ કારકુન તરીકે સરકારી નોકરી મળી હતી. જમ્મુ અને કાશ્મીરના
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારી
રાહુલ ભટના પરિવારજનોને મળ્યા હતા અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. સિન્હાએ
કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને આ ઘૃણાસ્પદ કૃત્યની ભારે કિંમત ચૂકવવી
પડશે. ભટ્ટની હત્યાના વિરોધમાં ઘાટીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે લેફ્ટનન્ટ ગવર્નરે
કાશ્મીરી પંડિતોના સંબંધીઓને મળ્યા હતા. તેણે ટ્વીટ કરીને રાહુલ ભટના પરિવારજનોને
મળ્યા અને પરિવારને ન્યાયની ખાતરી આપી. દુ:ખની આ ઘડીમાં સરકાર રાહુલ ભટના પરિવારની
સાથે છે. સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને આ બર્બરતાપૂર્ણ કૃત્યની
ભારે કિંમત ચૂકવવી પડશે.

Advertisement

Tags :
Advertisement

.

×