Call Recording માં મોટો ધડાકો, Jayrajsinh Jadeja ને જવું પડશે જેલમાં?
ગોંડલના રાજકારણમાં નિલેશ રૈયાણી હત્યા કેસ ને લઈને ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધે તેવા એંધાણ છે
Advertisement
- ગોંડલના રાજકારણને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર
- નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહની મુશ્કેલી વધે તેવા એંધાણ
- ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જગદીશ સાતોડિયાનો ખુલાસો
- વાયરલ ઓડીયો ક્લિપ પોતાની હોવાનો જગદીશ સાતોડિયાનો સ્વીકાર
- વાયરલ ક્લિપમાં જયરાજસિંહના કાગળિયા તૈયાર કરવાની કરી હતી વાત
ગોંડલના રાજકારણમાં નિલેશ રૈયાણી હત્યા કેસ ને લઈને ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધે તેવા એંધાણ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જગદીશ સાતોડિયાએ એક વાયરલ ઓડિયો ક્લિપ અંગે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. જગદીશ સાતોડિયાએ સ્વીકાર્યું છે કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ તેમની જ છે. . આના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, નિલેશ રૈયાણીના પેન્ડિંગ કેસને લઈને જગદીશ સાતોડિયા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા જઈ રહ્યા છે, જેના કારણે જયરાજસિંહ જાડેજાની કાયદાકીય લડાઈમાં નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે.જુઓ સમગ્ર અહેવાલ......
Advertisement


