Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં બીજીવાર ઉડાવી દેવાની મળી ધમકી

ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં એકવાર ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેસેજ લખીને મોકલવામાં આવી છે. સાથે આ મેસેજમાં 20 લાખ રૂપિયાનવી માગણી પણ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા સમજતા તપાસ એજન્સી હરકતમાં આવી ગઇ છે. રાંચીના બિરસા મુંડા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બીજા દિવસે પણ મળી છે. ગુરુવારે જે નંબર પરથી એરપોર્ટને ધમકી આપવામાં આવી હતી, તે જ નંબર પà
રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં બીજીવાર ઉડાવી દેવાની મળી ધમકી
Advertisement
ઝારખંડની રાજધાની રાંચીના બિરસા મુંડા એરપોર્ટને 24 કલાકમાં એકવાર ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેસેજ લખીને મોકલવામાં આવી છે. સાથે આ મેસેજમાં 20 લાખ રૂપિયાનવી માગણી પણ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા સમજતા તપાસ એજન્સી હરકતમાં આવી ગઇ છે. 
રાંચીના બિરસા મુંડા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બીજા દિવસે પણ મળી છે. ગુરુવારે જે નંબર પરથી એરપોર્ટને ધમકી આપવામાં આવી હતી, તે જ નંબર પર શુક્રવારે ફરીથી ટેક્સ્ટ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી છે. એરપોર્ટ અધિકારીએ કહ્યું, “પોલીસને ફરિયાદ કરી દેવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, આ ધમકી બિરસા મુંડા એરપોર્ટના ઓફિશિયલ મોબાઈલ નંબર પર આપવામાં આવી છે, ત્યારબાદ એરપોર્ટ પર CISFનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. CISF સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે, અમારી પ્રાથમિકતા એરપોર્ટ અને અહીંથી જનારા મુસાફરોની સુરક્ષા છે. CISF કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે અને એરપોર્ટની સુરક્ષા સંપૂર્ણ રીતે ચુસ્ત છે. 
એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે, જે સિમ નંબર પરથી રાંચીના બિરસા મુંડા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે સિમ નંબર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની એક મહિલાના નામે નોંધાયેલો હતો. પરંતુ આ નંબર પરથી કોલનું લોકેશન બિહારના નાલંદા જિલ્લામાંથી મળી આવ્યું હતું. એટલે કે બિહારથી ફોન કરીને એરપોર્ટ પર ધમકીઓ આપવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "કોલ બિહારના બિહારશરીફથી આવ્યો હતો અને એરપોર્ટ સ્ટાફને કોલ કરવા અને સંદેશા મોકલવા માટે ઉપયોગમાં લેવાતા નંબર પર નોંધાયેલ સરનામું પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રહેવાસી રસમણી દેવીનું છે."
Tags :
Advertisement

.

×