મનોજ તિવારીના ઘરે પુત્રીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરી વ્યક્ત કરી ખુશી
ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર સિંગર એક્ટર અને ભાજપા સાંસદ મનોજ તિવારીના ઘરે દિકરીનો જન્મ થયો છે.. એક્ટરની પત્ની સુરભી તિવારીએ આજે 12 ડિસેમ્બરના દિવસે પુત્રીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ તિવારીએ આ ખુશખબરી ફેન્સ સાથે શેયર કરી છે. મનોજ તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથે હોસ્પિટલની પહેલી તસ્વીર શેયર કરતા પિતા બનવાની ખબર આપી. તેમણે પુત્રીના આગમન પર ખુશી દર્શાવતી પà
Advertisement
ભોજપુરી સિનેમાના સુપર સ્ટાર સિંગર એક્ટર અને ભાજપા સાંસદ મનોજ તિવારીના ઘરે દિકરીનો જન્મ થયો છે.. એક્ટરની પત્ની સુરભી તિવારીએ આજે 12 ડિસેમ્બરના દિવસે પુત્રીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ તિવારીએ આ ખુશખબરી ફેન્સ સાથે શેયર કરી છે.
મનોજ તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથે હોસ્પિટલની પહેલી તસ્વીર શેયર કરતા પિતા બનવાની ખબર આપી. તેમણે પુત્રીના આગમન પર ખુશી દર્શાવતી પોસ્ટ પણ લખી. મનોજ તિવારીની ઉંમર 51 વર્ષ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ખુબ હર્ષ સાથે સૂચિત કરુ છું કે મારા ઘરે લક્ષ્મી બાદ સરસ્વતીનું આગમન થયું છે. આજે મારા ઘરે પુત્રીનું આગમન થયું છે. તેના પર આપ સૌના આશિર્વાદ બનેલા રહે
ગત દિવસોમાં મનોજ તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર પત્નીની ગોદભરાઇની રસમનો વીડિયો શેયર કર્યો હતો. વીડિયોમાં મનોજ તિવારી ખુબજ ખુશખુશાલ જણાતા હતા. તેમની પત્ની સુરભીના ચહેરા ઉપર પણ ખુશી સ્પષ્ટ છલકાઇ રહી હતી..વીડિયોમાં મનોજ તિવારીની પત્ની નવી દુલ્હનની જેમ સજેલી જોવા મળી હતી.આ વીડિયોને મનોજ તિવારીએ કેપ્શન આપ્યું હતું કે કેટલીક ખુશીઓને આપણે શબ્દોમાં નથી દર્શાવી શકતા, માત્ર અનુભવી શકીએ છીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


