Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેવગઢબારીયામાં આપના ઉમેદવારને ભાજપે આસાનીથી હરાવ્યા

દેવગઢ બારીયા વિધાનસભામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો  સતત ત્રીજી ટર્મ બચુભાઈ ખાબડ નો ભવ્ય વિજયભાજપ તેમજ આપની વચ્ચે સીધી ટક્કર રહી હતી ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election)માં  દેવગઢ બારીયા વિધાનસભા બેઠક ઉપર  સતત ત્રીજી વાર ભગવો લહેરાવતા બચુભાઈ ખાબડ  જિલ્લામાં સૌથી વધુ લીડથી  ભવ્ય વિજયી બન્યા છે. એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું હતું.દેવગઢબારિયા વિધાનસભા બેઠકો ઉપર ભા
દેવગઢબારીયામાં આપના ઉમેદવારને ભાજપે આસાનીથી હરાવ્યા
Advertisement
  • દેવગઢ બારીયા વિધાનસભામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો  
  • સતત ત્રીજી ટર્મ બચુભાઈ ખાબડ નો ભવ્ય વિજય
  • ભાજપ તેમજ આપની વચ્ચે સીધી ટક્કર રહી હતી
 ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election)માં  દેવગઢ બારીયા વિધાનસભા બેઠક ઉપર  સતત ત્રીજી વાર ભગવો લહેરાવતા બચુભાઈ ખાબડ  જિલ્લામાં સૌથી વધુ લીડથી  ભવ્ય વિજયી બન્યા છે. 
એનસીપીના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું હતું.
દેવગઢબારિયા વિધાનસભા બેઠકો ઉપર ભાજપના બચુભાઈ ખાબડ અને કોંગ્રેસ એનસીપીનું ગઠબંધન હતું. એનસીપીમાંથી ગોપાસિંગ લવાર તથા આમ આદમી પાર્ટીમાંથી ભારત સિંહ વાખલા તેમજ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ગોપસિંગ લવારે ફોર્મ ખેંચવાની છેલ્લી ક્ષણે પોતાનું ફોર્મ ખેંચી જાણે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જેથી આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેમજ આપની વચ્ચે સિદ્ધિ ટક્કર રહી હતી.

ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર
દેવગઢ બારીયા વિધાનસભા બેઠકમાં  ૨૭૫ મતદાન મથક ૨.૬૬.૧૬૩ મતદારો એ મતદાન કર્યું હતુ. જેમાં મતદાન ૧.૯૩.૬૬૮ અને પોસ્ટ બેલેટ ના ૧૧૭૧ મળી કુલ ૧,૯૪,૮૩૯ મતદાન થયુ હતું. ભાજપ અને આપની વચ્ચેની ટક્કર રહેતા ભાજપ અને આમ આદમી ના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો. બંને ઉમેદવારોએ વિજય સરઘસની પણ તૈયારીઓ કરી દીધી હતી અને આ વિધાનસભા બેઠક ઉપર પરિણા ને લઈ અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.

બચુભાઇ ખાબડનો વિજય 
ચૂંટણીના પરિણામોની અનેક અટકળો વચ્ચે મતદાનની ગણતરી શરૂ થતા જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ આગળ રહ્યા હતા અને 20 રાઉન્ડ પૂર્ણ થઈ તેઓને કુલ ૧.૧૩.૫૨૭ મત મળ્યા હતા જ્યારે આપ ના ઉમેદવાર  ૬૯.૩૨૬ મત મળ્યા હતા અને બંન્ને અપક્ષ ઉમેદવારને ૭૧૬૫ અને નોટામાં ૪૮૨૧ મત મળતાં જેમા બચુભાઈ ખાબડ ને ૪૪૨૦૧ની લીડથી વિજેતા જાહેર કરાયા હતા. દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર સતત ત્રીજીવાર ભવ્ય લીડ થી વિજય બનતા ભાજપના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ હતી સમર્થકોએ ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી ડીજેના તાલે નાચી વિજય ઉત્સવ મનાવ્યો હતો. બચુભાઈ ખાબડે દાહોદ થી પિપલોદ થઈ દેવગઢબારિયા રેલી યોજી દેવગઢ બારીયા ખાતે સભા સંબોધી ધાનપુર ખાતે વિજય સરઘસ સમાપન કર્યું હતું.
Tags :
Advertisement

.

×