કોંગ્રેસ છોડવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલ મળ્યા ભાજપના નેતાઓને, તો શું...?
છેલ્લા ઘણા સમયથી એવી અટકળો થઇ રહી છે કે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઇ જશે. તો બીજી તરફ હાર્દિક પણ કઇંક એવું જ કરતા જોવા મળી રહ્યા છે કે જેથી આ ચર્ચાને વધુ વેગ મળે. તાજેતરમાં પણ તેમણે કઇંક આવું જ કરી કોંગ્રેસ પાર્ટીને ચોંકાવી દીધી છે. જામનગરમાં શ્રીમદ ભાગવત કથાના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યા ભાજપના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન
Advertisement
છેલ્લા ઘણા સમયથી એવી અટકળો થઇ રહી છે કે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઇ જશે. તો બીજી તરફ હાર્દિક પણ કઇંક એવું જ કરતા જોવા મળી રહ્યા છે કે જેથી આ ચર્ચાને વધુ વેગ મળે. તાજેતરમાં પણ તેમણે કઇંક આવું જ કરી કોંગ્રેસ પાર્ટીને ચોંકાવી દીધી છે.
જામનગરમાં શ્રીમદ ભાગવત કથાના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યા ભાજપના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન સૌ કોઇનું ધ્યાન હાર્દિક પટેલે આવીને ખેંચ્યું હતું. હાર્દિકે આ લોકડાયરા દરમિયાન આવીને ભાજપના નેતાઓ સાથે હાથ મિલાવ્યા હતા. આ પહેલા કથામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. વળી જામનગરમાં આ કથાનું આયોજન રાજ્ય સરકારના પૂર્વ મંત્રી હકુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ સાથે જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, વાસણ આહિર અને ભરત બોઘરા પણ હાજર રહ્યા હતા. અહીં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય કાંધલ જાડેજા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય વાસણભાઈ આહિર, સહિતના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે તેઓ ભાજપ પક્ષના વખાણ કરતા કોંગ્રેસ પાર્ટીમાં પણ નારાજગી જોવા મળી રહી છે. પહેલાથી જ નબળી દેખાઇ રહેલી કોંગ્રેસ પાર્ટી માટે વિધાનસભાની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલનું લોકડાયરામાં ભાજપના નેતાઓને મળી હાથ મીલાવવું કોઇ ખરાબ સપનાથી ઓછું નથી. આ પહેલા રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાર્દિક પટેલના વખાણ કરી ચુક્યા છે. પાટીલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે.
હાર્દિક પટેલની એક તરફ કોંગ્રેસ નેતૃત્વથી નારાજગી અને બીજી તરફ ભાજપ પક્ષના વખાણ અને હવે જામનગર ખાતે લોકડાયરામાં ભાજપના નેતાઓ સાથે જોવા મળવું, કોંગ્રેસ પાર્ટીને આવાનારી ચૂંટણીમાં મોટો ફટકો આપે તો નવાઇ નથી. વળી રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ હવે સક્રિય થઇ ગઇ છે. જેટલું ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તેની સામે આમ આદમી પાર્ટી જ વળતો જવાબ આપતી જોવા મળી રહી છે. હજુ પણ કોંગ્રેસ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું પણ જનમુખે ચર્ચાઇ રહ્યું છે. આ વર્ષે યોજાવાની વિધાનસભાની ચૂંટણીમાં કોણ જનતાને પોતાની તરફ ખેંચવામાં સફળ થાય છે તે હવે જોવું જ રહ્યું.


