Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપે સંગઠનમાં કર્યા મહત્વના ફેરફાર, જયવીર શેરગીલ હવે રાષ્ટ્રીય પ્રવક્તા

કોંગ્રેસ ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલ (Jayveer Shergill) ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે  કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલની રાષ્ટ્રીય પ્રવક્તા (National Spokesperson)તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) અને સુનીલ જાખર (Sunil Jakhar)ને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને નેતાઓ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. આ સિવાય યુàª
ભાજપે સંગઠનમાં કર્યા મહત્વના ફેરફાર  જયવીર શેરગીલ હવે રાષ્ટ્રીય પ્રવક્તા
Advertisement
કોંગ્રેસ ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલ (Jayveer Shergill) ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે  કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલની રાષ્ટ્રીય પ્રવક્તા (National Spokesperson)તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) અને સુનીલ જાખર (Sunil Jakhar)ને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને નેતાઓ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. આ સિવાય યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે.

તાત્કાલિક અસરથી નિર્ણયનો અમલ
પાર્ટીએ ભાજપના ઉત્તરાખંડ એકમના પૂર્વ અધ્યક્ષ મદન કૌશિક, પાર્ટીના છત્તીસગઢ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુદેવ સાંઈ અને ભાજપના પંજાબ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ મનોરંજન કાલિયાને રાષ્ટ્રીય કાર્ય સમિતિના વિશેષ આમંત્રિત તરીકે બનાવ્યા છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
જયવીરે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડી હતી
 જયવીર શેરગીલે ગત ઓગસ્ટ મહિનામાં જ કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રવક્તા હતા. 39 વર્ષીય જયવીર શેરગીલે પાર્ટી છોડતી વખતે કોંગ્રેસ પર જોરદાર આરોપ લગાવ્યા હતા. જયવીરે કહ્યું હતું કે તેમણે જૂની પાર્ટી સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો છે કારણ કે ચાટુકારીતા ઉધઇની જેમ સંગઠનને ખાઇ રહી છે.
કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા
તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનાર જયદીપ શેરગીલે પાર્ટી પર મોટા આરોપો લગાવ્યા હતા. તેમણે પાર્ટીના તત્કાલિન વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો કે મને એ જણાવતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો એ હવે લોકો અને દેશના હિતમાં નથી, પરંતુ તે લોકોના સ્વાર્થી હિતથી પ્રભાવિત છે જેઓ ચાટુકારીતામાં લિપ્ત છે અને જમીની વાસ્તવિકતાની સતત અવગણના કરે છે. કોંગ્રેસમાં દિનપ્રતિદિન નેતાઓના રાજીનામાથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પક્ષમાં અસંતોષ વધી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×