Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના દંબગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફિલ્મી અંદાજ, વિડીયો થયો વાયરલ

વડોદરાની વાઘોડિયા સીટ પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના નિવેદનો અને દબંગ અંદાજ માટે જાણીતા છે. તેમના નિવદન તથા નિવદનોની ભાષાને લઇને અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. આ સિવાય લોકો, મીડિયા કે પછી તંત્રના અધિકારીઓ તમામને ધમકાવતા પણ ફરે છે. ત્યારે આ મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. જો કે આ વખતે કોઇ વિવાદાસ્પદ નિવેદન કે પછી કોઇ ધમકી જવાબદાર નથી પણ ઇન્સ્ટાગ્રામની રીàª
ભાજપના દંબગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફિલ્મી અંદાજ  વિડીયો થયો વાયરલ
Advertisement
વડોદરાની વાઘોડિયા સીટ પરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના નિવેદનો અને દબંગ અંદાજ માટે જાણીતા છે. તેમના નિવદન તથા નિવદનોની ભાષાને લઇને અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. આ સિવાય લોકો, મીડિયા કે પછી તંત્રના અધિકારીઓ તમામને ધમકાવતા પણ ફરે છે. ત્યારે આ મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. જો કે આ વખતે કોઇ વિવાદાસ્પદ નિવેદન કે પછી કોઇ ધમકી જવાબદાર નથી પણ ઇન્સ્ટાગ્રામની રીલ જવાબદાર છે.
રીલમાં કર્યો ડાન્સ
ભાજપનાં દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફિલ્મી અંદાજ સામે આવ્યો છે. ભાજપના આ ધારાસભ્યનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મધુ શ્રીવાસ્તવે બાદશાહ ફિલ્મના એક પ્રચલિત ગીત પર રીલ બનાવી છે. જે અત્યારે વાયરલ થઇ છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને તેની સાથે એક મહિલા સહિત બીજી બે વ્યક્તિ નજરે પડી રહી છે. બધા જ બાદશાહ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ પોતાને બાદશાહ ગણાવી રહ્યા છે.

વાઘોડિયા બેઠક પર સતત સાત ટર્મથી ચૂંટાતા મધુ શ્રીવાસ્તવ અવારનવાર જાહેરમાં ગમે તેમ બફાટ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ કરતાં આવ્યાં છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપની શિસ્તને નેવે મુકી મધુ શ્રીવાસ્તવે પોતાનાં વિવાદિત નિવેદનોથી અનેક વાર શિસ્તનાં ધજાગરા ઉડાવ્યા છે. ત્યારે અત્યારે પણ પાર્ટીની શિસ્ત વિરૂદ્ધ જઇ દબાણ ઉભુ કરવાનો કરે છે. જો કે ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવને 'લાઇન' માં રાખવા  મજબુત વિકલ્પ ઉભુ કરવાનું નક્કી કરી લીધું છે. જેનાં ભાગરૂપે રાજુ અલવાને 'આપ' છોડાવી ભાજપમાં જોડવા પાછળ મધુનો ખેલ ખતમ કરવાનો તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચા છે.
Advertisement
Tags :
Advertisement

.

×