ભાજપનું બુથ સશક્તિકરણ અભિયાન,આગામી લોકસભાની ચુંટણીને લઈને ભાજપની તૈયારી
આગામી લોકસભાની ચુંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બુથ સશક્તિકરણ અભિયાન ચલાવાય રહ્યું જેમાં જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુથ સશક્તિકરણ અભિયાનમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભાગવત કરાડ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું તથા જે રીતે વિધાનસભામાં ભાજપનો વિજય થયો તેવો જ વિજય લોકસભામાં પણ થશે તેવી આશ
Advertisement
આગામી લોકસભાની ચુંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બુથ સશક્તિકરણ અભિયાન ચલાવાય રહ્યું જેમાં જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બુથ સશક્તિકરણ અભિયાનમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભાગવત કરાડ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું તથા જે રીતે વિધાનસભામાં ભાજપનો વિજય થયો તેવો જ વિજય લોકસભામાં પણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જૂનાગઢ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી
ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો. ભાગવત કરાડને જૂનાગઢ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે તે અંતર્ગત તેઓ બુથ સશક્તિકરણ અભિયાનમાં જોડાયા હતા, કાર્યકર્તાઓનું સંગઠન મજબુત બને, કાર્યકર્તાઓ ચૂંટણી દરમિયાન કઈ રીતે કામ કરે તે માટે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. સાથે નવા મતદારો અને સરકારની યોજનાના અમલીકરણ અંગેની પણ તેઓ સમીક્ષા કરી રહ્યા છે.
વિશ્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા નંબરે છે
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડો.ભાગવત કરાડ એ કેન્દ્રીય નાણાં બજેટને દરેક વર્ગના લોકો માટે ફાયદાકારક તથા દરેક ક્ષેત્ર માટે સવલતભર્યુ બજેટ ગણાવ્યું હતું, વિશ્વમાં ભારતનું અર્થતંત્ર પાંચમા નંબરે છે અને હજુ પણ અર્થતંત્ર મજબુત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું
જૂનાગઢમાં સંગઠનની બેઠક બાદ ડુંગરપુર ગામે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાંમંત્રી ડો. ભાગવત કરાડ એ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ડો. કરાડના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ વિતરણ કરાયા હતા. તેમણે લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
જામકા ગામની મુલાકાત કરી હતી
ડુંગરપુર ખાતેના કાર્યક્રમ બાદ ડો. કરાડ એ જામકા ગામની મુલાકાત કરી હતી, જ્યાં તેમણે પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સીદપરાના ગીર ગોપી ફાર્મ ખાતે ગાય આધારીત ખેતી અને તેના દ્વારા મળતાં પરિણામો તથા કૃષિ ઉત્પાદનોનું નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી અને પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ મુલાકાતનો હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયત્નોને અનુલક્ષીને હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


