રાજકોટમાં BJP પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત થશે! 500થી વધુ બાઇક સાથે શહેરમાં કરાશે રોડ શો
નવનિયુક્ત BJP પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેના ભવ્ય સ્વાગત માટે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓનું સૌપ્રથમ સ્વાગત હીરાસરથી કુવાવડા GIDC નજીક જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવશે, જ્યાંથી રાજકોટ શહેર અને જિલ્લા તેમજ મોરબીના આગેવાનો તેમની સાથે જોડાશે.
Advertisement
- નવનિયુક્ત BJP પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે
- રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે યોજવામાં આવશે કાર્યક્રમ
- રાજકોટ શહેર-જિલ્લા તેમજ મોરબીના આગેવાનો રહેશે હાજર
- હીરાસરથી કુવાવડા GIDC પાસે જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાશે
- ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી યોજવામાં આવશે બાઈક રેલી
- ગ્રીનલેન્ડ ચોકથી રેેસકોર્ષ મેદાન સુધી રોડ શો કરાશે
- શહેર ભાજપ દ્વારા 500થી વધુના કાફલા સાથે રોડ શો
- રેલી બાદ સભાનુ પણ આયોજન કરવામાં આવ્યું આયોજન
નવનિયુક્ત BJP પ્રદેશ પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેના ભવ્ય સ્વાગત માટે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓનું સૌપ્રથમ સ્વાગત હીરાસરથી કુવાવડા GIDC નજીક જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવશે, જ્યાંથી રાજકોટ શહેર અને જિલ્લા તેમજ મોરબીના આગેવાનો તેમની સાથે જોડાશે.
ત્યારબાદ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપના 500 થી વધુ વાહનોના કાફલા સાથે આ બાઇક રેલી ગ્રીનલેન્ડ ચોકથી રેસકોર્ષ મેદાન સુધી રોડ શો સ્વરૂપે યોજાશે. રેસકોર્સ ખાતે પ્રદેશ પ્રમુખના સન્માનમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
આ પણ વાંચો : વડોદરામાં વાહન ચોર ગેંગનો પર્દાફાશ! 14 ચોરીના વાહનો સાથે 2 આરોપીઓ ઝડપાયા
Advertisement