મહારાષ્ટ્ર એમએલસી ચૂંટણીમાં 5 સીટ પર ભાજપની જીત, શિવસેના અને એનસીપીને 2-2 સીટ મળી
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની દસ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો જીતી છે. બીજી તરફ શિવસેના અને એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા છે. ભાજપના પાંચ વિજેતા ઉમેદવારોમાં પ્રવીણ દારેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે અને પ્રસાદ લાડનો સમાવેશ થાય છે.બીજી તરફ એનસીપીના નેતા એકનાથ ખડસે અને રામરાજે નાઈક નિમ્બાલકર જીત્યા છે. તો શિવસેનાના ઉમેદવાર અમશ્ય પાડવી અને સચિન આહિર પણ જીતવà
Advertisement
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની દસ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો જીતી છે. બીજી તરફ શિવસેના અને એનસીપીના બે-બે ઉમેદવારો જીત્યા છે. ભાજપના પાંચ વિજેતા ઉમેદવારોમાં પ્રવીણ દારેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે અને પ્રસાદ લાડનો સમાવેશ થાય છે.
બીજી તરફ એનસીપીના નેતા એકનાથ ખડસે અને રામરાજે નાઈક નિમ્બાલકર જીત્યા છે. તો શિવસેનાના ઉમેદવાર અમશ્ય પાડવી અને સચિન આહિર પણ જીતવામાં સફળ રહ્યા હતા. અગાઉ રિટર્નિંગ ઓફિસરે NCP અને BJPનો એક-એક મત અમાન્ય જાહેર કર્યો હતો. બંને પક્ષોના નેતાઓએ વાંધો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે આજે સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાં કુલ 288 સભ્યોમાંથી 285 સભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શિવસેનાના ધારાસભ્ય રમેશ લટાકેનું ગયા મહિને અવસાન થયું હતું. તો NCPના બે ધારાસભ્યો, અનિલ દેશમુખ અને નવાબ મલિકને મત આપવા દેવામાં આવ્યો નથી, કારણ કે બંને નેતાઓ મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
સોમવારે વિધાન પરિષદની 10 બેઠકો માટે મતદાન થયું હતું. આ દસ બેઠકો માટે 11 ઉમેદવારો ઉભા હતા. નંબર ગેમ પ્રમાણે ભાજપના ચાર ઉમેદવારોને જાત મળે તેમ હતી, પરંતુ ભાજપે પાંચ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બીજી તરફ મહા વિકાસ આઘાડીના પાંચ ઉમેદવારોની જીત નિશ્ચિત હતી, પરંતુ આઘાડીના ત્રણ પક્ષો (શિવસેના-2, NCP-2 અને કોંગ્રેસ-2) મળીને 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેના કારણે દસમી બેઠક માટેની સ્પર્ધા રસપ્રદ બની હતી. આ દસમી બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે.


