Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માઇક્રો બ્લોગીંગ સાઇટ કૂના ન્યૂ ઈન્ડિયાના ડ્રીમ કેમ્પેઈનમાં બોલિવુડ સ્ટાર્સ જોડાયા

ભારત આ વર્ષે 75મા સ્વતંત્રતા દિવસ પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સંદર્ભે, દેશના પ્રથમ બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપે #nayebharatkasapna અભિયાન શરૂ કર્યું છે. એક ઓગષ્ટના રોજ બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે #nayebharatkasapna  અભિયાન શરૂ કર્યું અને હવે દેશની જાણીતી હસ્તીઓનું તેમાં સમર્થન મળી રહ્યું છે, ઐ આ અભિયાનમાં હવે ટાઈગર શ્રોફનું નામ પણ જોડાયà«
માઇક્રો બ્લોગીંગ સાઇટ કૂના ન્યૂ ઈન્ડિયાના ડ્રીમ કેમ્પેઈનમાં બોલિવુડ સ્ટાર્સ જોડાયા
Advertisement
ભારત આ વર્ષે 75મા સ્વતંત્રતા દિવસ પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ સંદર્ભે, દેશના પ્રથમ બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપે #nayebharatkasapna અભિયાન શરૂ કર્યું છે. એક ઓગષ્ટના રોજ બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે #nayebharatkasapna  અભિયાન શરૂ કર્યું અને હવે દેશની જાણીતી હસ્તીઓનું તેમાં સમર્થન મળી રહ્યું છે, ઐ આ અભિયાનમાં હવે ટાઈગર શ્રોફનું નામ પણ જોડાયું છે.
ફીટનેસના નામે મિસ્ટર હંક કહેવાતા બોલિવૂડના નવા એક્શન હીરો તરીકે ઉભરી આવેલા ટાઈગર શ્રોફે દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર #nayebharatkasapna ઉપયોગ કરીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર કહે છે કે દર વર્ષે આપણે નવા વર્ષ પર પોતાના માટે સંકલ્પ લઈએ છીએ, પરંતુ આ વખતે આપણે સાથે મળીને આપણા દેશ માટે સંકલ્પ લઈએ. નવા ભારતનું મારું સપનું વધુ વૃક્ષો વાવવાનું છે અને હું તમને બધાને પણ આમ કરવા વિનંતી કરું છું. આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
તે જ સમયે, અભિનેતા અને જાણીતા લેખક પિયુષ મિશ્રાએ પણ આ સ્વતંત્રતા દિવસ પર પર્યાવરણ પ્રત્યેની પોતાને જવાબદાર નાગરિક બનવા માટે કૂના માધ્યમથી કહ્યું છે કે, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ:
#આઝાદીનોઅમૃત_મહોત્સવ_2022
તમે આ સ્વતંત્રતા દિવસ પર સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડી આપણા દેશના પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર નાગરિક બનવાની મારી પ્રતિબદ્ધતામાં મારી સાથે ભળી શકો છો.
પ્રોફેશનલ કબડ્ડી ખેલાડી રોહિત 'અક્કી' કુમારનું સપનું છે કે કબડ્ડીને વિશ્વમાં આગવી ઓળખ અપાવવા અને ન્યૂ ઈન્ડિયા હેઠળ તેને વૈશ્વિક રમત બનાવવી
કબડ્ડીના મેદાનમાં કોઈ ખેલાડીને ઉત્સાહિત કરવા માટે તમારો નાનો સાથ જોઇતો હોય છે. તો આ રહ્યું મારુ નવા ભારતનું સપનું, ચાલો આપણે બધા કબડ્ડી, ઈન્ડિયાને વિશ્વ સુધી લઈ જવા અને તેને વૈશ્વિક રમત બનાવવાનો સંકલ્પ લઈએ.
એથ્લેટ ઋષિ ધવન ન્યૂ ઈન્ડિયા હેઠળ સ્વસ્થ ભારતનું સપનું જુએ છે. કૂ ના માધ્યમથી તેઓ કહે છે:
સ્વસ્થ અને ફિટ ભારત એ જ મારું #NayabharatKaSapna. ચાલો સ્વસ્થ ભારત તરફ કામ કરીએ અને આપણી જીવનશૈલીમાં વ્યાયામ/યોગનો સમાવેશ કરીને અને તંદુરસ્ત ખોરાક ખાઈને પોતાને ફિટ અને સ્વસ્થ રાખવાનું શરૂ કરીએ. આવો આપણે સૌ સાથે મળીને આપણા દેશને મહાન બનાવીએ.
જ્યોતિષ એસ્ટ્રો અરુણ પંડિત કહે છે:
મારી તરફથી દેશ માટે એક સંકલ્પ.. જય હિન્દ
#swatantratasankalp  
#independencedayresolution  
#nayebharatkasapna
https://www.kooapp.com/koo/astroarunpandit/eb14e197-2900-49a9-bc0e-069d23df73f3
સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર એથ્લેટ સુહેલ ચંડોક કહે છે:
ચાલો ભારતને ખરા અર્થમાં એક બહુવિધ ખેલ રાષ્ટ્ર બનાવીએ અને રમત દ્વારા આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીએ. સ્પોર્ટ મારફતે #NayaBharat માં યુવા પ્રતિભાઓને સશક્ત બનાવવી મારા #NayeBharatKaSapna છે
તો ચાલો એક સાથે મળીએ અને #India ને આજે આપણી દુનિયામાં એક મહાન મૂલ્યના રાષ્ટ્રના રૂપમાં વિકસિત થવામાં મદદ કરીએ.

Koo App

आइए भारत को वास्तव में एक बहु - खेल राष्ट्र बनाएं और खेलों के माध्यम से अपने समाज में सकारात्मक बदलाव लाएं। स्पोर्ट के माध्यम से #NayaBharat में युवा प्रतिभाओं को सशक्त बनाना मेरा #NayeBharatKaSapna है तो आइए एक साथ आएं और #India को आज हमारी दुनिया में एक महान मूल्य के राष्ट्र के रूप में विकसित होने में मदद करें #swatantratasankalp #Independencedayresolution @anurag_office @ianuragthakur @media_sai @YASMinistry

- Suhail Chandhok (@SuhailChandhok) 8 Aug 2022

Tags :
Advertisement

.

×