અફઘાનિસ્તાનમાં મદરેસામાં બોંબ વિસ્ફોટ, 16 લોકોના મોત
અફઘાનિસ્તાનમાંથી ફરી એકવાર જોરદાર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ ઐબક શહેરના એક મદરેસામાં થયો..વિસ્ફોટમાં લગભગ 16 લોકોના મોત થયા છે, તેમજ ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.શુટીંગ કરવા સ્થળ પર જવા પર પ્રતિબંધ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે..સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક હોલમાં લોહીના ખાબોચિયામાં પડેલા મૃતદેહો જોવા મળ્યા
Advertisement
અફઘાનિસ્તાનમાંથી ફરી એકવાર જોરદાર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ ઐબક શહેરના એક મદરેસામાં થયો..વિસ્ફોટમાં લગભગ 16 લોકોના મોત થયા છે, તેમજ ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
શુટીંગ કરવા સ્થળ પર જવા પર પ્રતિબંધ
આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે..સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફૂટેજમાં એક હોલમાં લોહીના ખાબોચિયામાં પડેલા મૃતદેહો જોવા મળ્યા હતા. કેટલાક સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તાલિબાન અધિકારીઓએ લોકોને વિસ્ફોટના સ્થળનું શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, અને કોઈ પણ નાગરિકને તે સ્થળ પર મંજૂરી આપવામાં આવી નથી.
ISISનો હાથ હોવાની આશંકા
મહત્વપૂર્ણ છે કે તાલિબાનના પ્રતિસ્પર્ધી એવા આઇએસએ ઘણીવાર મસ્જિદો અને નમાઝ પઢવા દરમ્યાન વિસ્ફોટો કર્યા છે. તેઓએ ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના લોકોને નિશાન બનાવ્યા છે.ઓગસ્ટમાં કાબુલની એક મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા.ઓક્ટોબરમાં કાબુલના હઝારામાં એક સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં એક આત્મઘાતી હુમલાખોરે 52 લોકોની હત્યા કરી હતી,જેમાં મોટાભાગની યુવતીઓ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


