Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ, બાળકોએ બોલ સમજીને બોમ્બ પકડતા થયો ભયંકર વિસ્ફોટ, 5 બાળકો ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બોમ્બ ધડાકાની આ ઘટનામાં પાંચ બાળકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના રવિવારે સાંજે બની હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના કાલિયાચક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે બાળકો સારવાર હેઠળ છે. કાલિયાચક આરોગ્ય કેન્દ્રના ડોકટરોએ ત્રણ ઘાયલોને માલદા મેડિકલ કોલેજમાં સારવાર માટે રીફર કર્યા હતા. મળતી માહિતી મુજબ માલà
પશ્ચિમ બંગાળના
માલદામાં બોમ્બ બ્લાસ્ટ  બાળકોએ બોલ સમજીને બોમ્બ પકડતા થયો ભયંકર વિસ્ફોટ  5
બાળકો ઈજાગ્રસ્ત
Advertisement

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.
બોમ્બ ધડાકાની આ ઘટનામાં પાંચ બાળકો
ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના
રવિવારે સાંજે બની હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના કાલિયાચક આરોગ્ય કેન્દ્રમાં
સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે બાળકો સારવાર હેઠળ છે. કાલિયાચક આરોગ્ય
કેન્દ્રના ડોકટરોએ ત્રણ ઘાયલોને માલદા મેડિકલ કોલેજમાં સારવાર માટે રીફર કર્યા
હતા.


Advertisement

મળતી માહિતી મુજબ માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં કેરીના બગીચામાં કેટલાક
બાળકો રમી રહ્યા હતા. રમતી વખતે બાળકોની નજર બોલ જેવી વસ્તુ પર પડી. બાળકો તેને
બોલ સમજી ગયા. કેરીના બગીચામાં રમતા બાળકોએ ઝાડીઓ પાસે પડેલી વસ્તુને રમવા માટે
બોલ તરીકે ખેંચી હતી. બાળકોએ તે બોલ જેવી વસ્તુને ખેંચતાની સાથે જ તે વિસ્ફોટ થયો.
બોલ જેવો દેખાતો પદાર્થ બોમ્બ હતો. 
બોમ્બ ધડાકાની આ ઘટનામાં પાંચ બાળકો ઘાયલ થયા હતા. માલદામાં
બોમ્બ વિસ્ફોટની આ ઘટનામાં પાંચ બાળકો ઘાયલ થયા છે. પાડોશીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
હતા અને બાળકોને તાત્કાલિક નજીકની કાલિયાચક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા
, જ્યાં ત્રણેય
બાળકોની ગંભીર હાલત જોઈને ડૉક્ટરોએ તેમને સારવાર માટે માલદા મેડિકલ કોલેજમાં રિફર
કર્યા હતા.

Advertisement


અન્ય બે ઘાયલોને કાલિયાચક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી
છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ
કેસમાં તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બોમ્બ કોણે અને
કયા હેતુથી પ્લાન્ટ કર્યો હતો. સૂત્રોનું માનીએ તો જે બોમ્બ ફાટ્યો તે કાચો બોમ્બ
હોવાનું જણાય છે.

Tags :
Advertisement

.

×