Godhra Kozway Collapse : ગોધરાના બહારપુરાથી પોલિટેકનિકને જોડતા કોઝવેમાં ભંગાણ
ગોધરાના બહારપુરાથી પોલિટેકનિકને જોડતા કોઝવેમાં ભંગાણ પડ્યું હતુ. કોઝવેમાં ભંગાણ થતા વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
Advertisement
ગોધરાના બહારપુરા થઈ સરકારી પોલીટેક્નિક કોલેજને જોડતાં આંતરિક માર્ગના કોઝ માં મોટું ભંગાણ થતાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ સહિતને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લાંબો ચક્કર કાપી જવું ના પડે એ માટે વાહન ચાલકો સહિત જીવ ના જોખમે તૂટેલા કોઝ વે માંથી મજબૂર બની પસાર થઈ રહ્યા છે. દરમિયાન કેટલાક વાહન ચાલકો પટકાઈ ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. દર ચોમાસામાં પ્રભા કોતરના આ કોઝ વે માં ભંગાણ થયા બાદ માટી નાંખી હંગામી ધોરણે સમારકામ કરવામાં આવતાં સ્થિતિ ઠેર ની ઠેર રહે છે. આ કોઝ વે વાળા માર્ગ નો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં નજીક આવેલી રહેણાંક સોસાયટીના રહીશો, શ્રમિકો અને અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં જવા માટે પણ કરવામાં આવે છે.
Advertisement


