Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જખૌ બીચ પરથી 'અફઘાન પ્રોડક્ટ' લખેલા ચરસના પેકેટ મળ્યા, જુઓ Video

(અહેવાલ - કૌશિક છાયા, કચ્છ) કચ્છના દરિયાકાંઠે નશીલા પદાર્થના પેકેટ મળી આવવાનો સિલસિલ યથાવત્ છે. કચ્છના જખૌ બીચ પરથી વધુ એકવાર નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા છે. 10 પેકેટ મળ્યા BSF અને NIU ની સંયુક્ત ટીમે 23 એપ્રિલે ભુજના જખૌ...
Advertisement

(અહેવાલ - કૌશિક છાયા, કચ્છ)

કચ્છના દરિયાકાંઠે નશીલા પદાર્થના પેકેટ મળી આવવાનો સિલસિલ યથાવત્ છે. કચ્છના જખૌ બીચ પરથી વધુ એકવાર નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા છે.

Advertisement

10 પેકેટ મળ્યા

Advertisement

BSF અને NIU ની સંયુક્ત ટીમે 23 એપ્રિલે ભુજના જખૌ કિનારેથી લગભગ 15 કિમી દૂર ઈબ્રાહીમ પીર બેટમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા હતા. દરેક પેકેટનું વજન આશરે 01 કિલો છે.

'અફઘાન પ્રોડક્ટ'

દરિયા કિનારેથી મળી આવેલા આ દરેક પેકેટનું વજન અંદાજે 01 કિગ્રા છે, તેના પર 'અફઘાન પ્રોડક્ટ' છપાયેલ છે અને વાદળી પ્લાસ્ટિકની થેલીમાં એકસાથે પેક કરવામાં આવી છે.

સર્ચ ઓપરેશનમાં છઠ્ઠી રિકવરી

12 એપ્રિલ 2023ના રોજ પ્રથમ કન્સાઈનમેન્ટની રિકવરી બાદ શરૂસર્ચ ઓપરેશનમાં કરાયેલી સર્ચ ઓપરેશનમાંથી આ છઠ્ઠી રિકવરી છે અને અત્યાર સુધીમાં 27 પેકેટ રિકવર કરવામાં આવ્યા છે. બીજી તરફ સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર એવું લાગે છે કે પેકેટ ઊંડા સમુદ્રના મોજા સાથે ધોવાઇ ગયા અને ભારતના દરિયાકાંઠે પહોંચી ગયા છે. જોકે હાલ આ મામલાને ગંભીરતાથી લઈ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ઇદ ઉલ ફિત્ર પર ભારત-પાકિસ્તાન સરહદે થઇ મીઠાઇ અને શુભેચ્છાઓની આપ-લે

Tags :
Advertisement

.

×