Budget 2025 : 1 ફેબ્રુઆરીએ કેન્દ્રનું બજેટ થશે રજૂ, મીડલ ક્લાસ ફેમિલીને છે ઘણી આશાઓ
Budget 2025 : દેશનું સામાન્ય બજેટ (Budget 2025) શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ થવાનું છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હશે. આ સાથે, તેઓ સતત આઠ કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી પણ બન્યા છે. આ વખતે, પગારદાર કરદાતાઓથી લઈને મહિલાઓ અને વૃદ્ધો સુધીના દરેકને બજેટથી ઘણી આશાઓ છે. દેશના સામાન્ય નાગરિક પર બજેટની સૌથી મોટી અસર રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના સસ્તા અને મોંઘા થવાથી થાય છે. આ વખતે પણ જનતા બજેટથી ઘણી વસ્તુઓ સસ્તી થવાની અપેક્ષા રાખી રહી છે. ત્યારે આવો જાણીએ કે બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી અને કઈ મોંઘી થઈ શકે છે.
બજેટમાં શું સસ્તું થઈ શકે છે?
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે
નિર્મલા સીતારમણ બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે.
10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે
નવી કર વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી શકાય છે. આ ઉપરાંત, નવા નિયમ હેઠળ, મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ વધી શકે છે
બજેટમાં હોમ લોનના વ્યાજ પર કરમુક્તિની મર્યાદા વધારી શકાય છે. હાલમાં, તે 2 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.


