MPમાં મુસાફરો ભરેલી બસ નર્મદામાં ખાબકી, 13ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 13 મુસાફરોના મોત થયા છે. જ્યારે 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી ઈન્દોર જઈ રહેલી બસ જિલ્લાના ખલઘાટ ખાતે બેકાબૂ થઈને નર્મદામાં ખાબકી હતી.આ અકસ્માત આગ્રા-મુંબઈ હાઈવે પર થયો હતો. આ રસ્તો ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી à
Advertisement
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 13 મુસાફરોના મોત થયા છે. જ્યારે 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી ઈન્દોર જઈ રહેલી બસ જિલ્લાના ખલઘાટ ખાતે બેકાબૂ થઈને નર્મદામાં ખાબકી હતી.
આ અકસ્માત આગ્રા-મુંબઈ હાઈવે પર થયો હતો. આ રસ્તો ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ ખાબકી તે પુલ બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર આવેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ (ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ઘટના સ્થળે ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સવારે દસ વાગ્યે ધામનોદના ઢાલઘાટ પાસે મુસાફરોથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી હતી. બસ ઈન્દોરથી પૂણે જઈ રહી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 40 મુસાફરો હતા. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ધામનોદના ઢાલઘાટમાં બસ ટુ લેન પુલની રેલીંગ તોડીને નર્મદામાં ખાબકી હતી. આ પુલ જૂનો હોવાનું કહેવાય છે. બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની છે.
બ્રિજ પર અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ ખલઘાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈન્દોર અને ધારથી NDERFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વહીવટીતંત્રને ઘટનાની નોંધ લેવા અને બચાવ અને રાહત કાર્ય માટે આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement


