Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટી-બ્રેક સુધી ભારતે 4 વિકેટે બનાવ્યા 199 રન, ક્રિઝ પર પંત અને ઐયર જમાવી ચુક્યા છે પગ

પંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે. આ મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતુ, તેણે ટેસ્ટ કેરિયરના પોતાના 8000 રન ચોક્કસ બનાવ્યા પરંતુ તે અડધà«
ટી બ્રેક સુધી ભારતે 4 વિકેટે બનાવ્યા 199 રન  ક્રિઝ પર પંત અને ઐયર જમાવી ચુક્યા છે પગ
Advertisement
પંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે. આ મેચમાં સૌ કોઇનું ધ્યાન વિરાટ કોહલી પર હતુ, તેણે ટેસ્ટ કેરિયરના પોતાના 8000 રન ચોક્કસ બનાવ્યા પરંતુ તે અડધી સદી મારવાથી ચુકી ગયો હતો. તે માત્ર 45 રન બનાવી શક્યો હતો. વળી તેનો સાથ આપી રહેલો હનુમા વિહારી પણ 58 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. 
ભારતની સ્થિતિ હાલમાં નાજૂક દેખાઇ રહી છે. હાલમાં ટીમ ઈન્ડિયાની 4 વિકેટ પડી ચુકી છે. રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી અને વિરાટ કોહલી આ ચાર બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયાએ મોહાલી ટેસ્ટના પહેલા દિવસે ટી-બ્રેક સુધી 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા છે. હાલમાં રિષભ પંત 12 અને શ્રેયસ અય્યર 14 રન બનાવીને ક્રિઝ પર છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની ટીમ 5 વર્ષ બાદ ભારતના પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ રમી રહી છે. છેલ્લી વખત શ્રીલંકા 2017માં ભારતીય ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 0-1થી હાર્યું હતુ. શ્રીલંકાની ટીમ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ધરતી પર એક પણ ટેસ્ટ જીતી શકી નથી. તેણે અત્યાર સુધી 20 ટેસ્ટ રમી છે. જેમાંથી તેને 11માં હાર મળી છે જ્યારે 9 ટેસ્ટ ડ્રો રહી છે. શ્રીલંકા આજે તેનો આ ખરાબ રેકોર્ડ સુધારવા મેદાનમાં ઉતરી છે.
Advertisement
Tags :
Advertisement

.

×