Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોન્ડોમની થીમવાળું થાઇલેન્ડનું અનોખું કાફે, ચોતરફ બસ કોન્ડોમ જ કોન્ડોમ, જુઓ ફોટો અને વિડીયો

કોન્ડોમ, આ શબ્દ સાંભળીને ભલભલા લોકો ત્રાંસુ જોવા માંડે છે. પહેલા આસપાસ જોઇ લે છે કે કોઇ બીજાએ તો નથી સાંભળ્યુંને. આપણે બધા લોકો જાણીએ છીએ કે કોન્ડોમ શા માટે વપરાય છે. આમ છતા કોન્ડોમનું નામ સાંભળતાની સાથે જ લોકો એવું મોઢું બગાડે છે. જો કે જે રીતે દેશમાં એઇડ્સના કેસમાં વધારો થઇ રહ્યો છે, તેને જોતા ભીરતીયોએ કોન્ડોમથી આટલું દૂર ભાગવાની જરુર નથી. કોન્ડોમનું નામ સાંભળીને જ મોં બગાડતા લોકà«
કોન્ડોમની થીમવાળું થાઇલેન્ડનું અનોખું કાફે  ચોતરફ બસ કોન્ડોમ જ કોન્ડોમ  જુઓ ફોટો અને વિડીયો
Advertisement
કોન્ડોમ, આ શબ્દ સાંભળીને ભલભલા લોકો ત્રાંસુ જોવા માંડે છે. પહેલા આસપાસ જોઇ લે છે કે કોઇ બીજાએ તો નથી સાંભળ્યુંને. આપણે બધા લોકો જાણીએ છીએ કે કોન્ડોમ શા માટે વપરાય છે. આમ છતા કોન્ડોમનું નામ સાંભળતાની સાથે જ લોકો એવું મોઢું બગાડે છે. જો કે જે રીતે દેશમાં એઇડ્સના કેસમાં વધારો થઇ રહ્યો છે, તેને જોતા ભીરતીયોએ કોન્ડોમથી આટલું દૂર ભાગવાની જરુર નથી. કોન્ડોમનું નામ સાંભળીને જ મોં બગાડતા લોકોને જો કહેવામાં આવે કે થાઇલેન્ડમાં એક કાફે આવેલું છે કે જેની આખી થીમ કોન્ડોમ આધારિત છે તો?
થાઇલેન્ડમાં આવેલું આ કાફે પોતની અલગ થીમના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે. ખાસ કરીને વિશ્વભરના પ્રવાસીઓ માટે તે રસનો વિષય પણ બન્યું છે. થાઇલેન્ડમાં આવેલા આ કાફેનું નામ Cabbages and Condoms છે. આ કાફેની અંદર તમને ચારેતરફ બસ કોન્ડોમ જ જોવા મળશે. તમામ વસ્તુઓ અહીં રંગબેરંગી કોન્ડોમથી બનેલી છે. પૂતળાઓને પહેરાવેલા કપડા, કોન્ડોમમાંથી બનેલા ફૂલ, સાન્તા ક્લોઝની દાઢી, ઉપર લટકતા લેમ્પ અને ટેબલ પર કરેલું સુશોભન. ચોતરફ બસ કોન્ડોમ જ દેખાશે.
આવું શા માટે?
આ વાત વાંચીને તરત જ એવો સવાલ થાય કે આવું શા માટે? તો કોન્ડોમની થીમનુ કાફે બનાવવા પાછળનું કારણ પણ રસપ્રદ અને ઘણું મહત્વનું છે. કોન્ડોમની થીમ પર આખું કાફે બનાવવા પાછળનો હેતું સુરક્ષિત યૌન સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ફેમિલિ પ્લાનિંગ વિશે પણ જાગૃતતા લાવવાનો છે. અહીં આવતા લોકો અને પ્રવાસીઓ આ બંને વાતનું મહત્વ સમજે તે માટે કાફેને આ અલગ અને અનોખી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.


મફતમાં કોન્ડોમનું વિતરણ 
આ અનોખો કાફે બેંગકોકના સુખુમવીત રોડથી 200 મીટરના અંતરે આવેલું છે. Cabbages and Condoms કાફે ત્યાં આવતા લોકોને કોન્ડોમ અને ફેમિલી પ્લાનિંગના મહત્વ વિશે જાગૃત કરે છે. કાફેની અંદર પોસ્ટરો પર જોક્સ અને વિવિધ મેસેજ લખેલા છે, જે લોકોને સેક્સ, ફેમિલી પ્લાનિંગ અને અન્ય મુદ્દાઓ વિશે જાગૃત કરે છે. આ ઉપરાંત ભોજન પછી તમામ ગ્રાહકોને કોન્ડોમ મફતમાં આપવામાં આવે છે. કોન્ડોમ થીમ આધારિત ફોટો બૂથ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
કોન્ડોમ થીમ હેન્ડીક્રાફ્ટ સ્ટોર 
કાફેમાં કોન્ડોમ થીમ આધારિત હેન્ડીક્રાફ્ટ સ્ટોર પણ છે. કોન્ડોમ આધારિત અનન્ય હસ્તકલા પણ અહીં ઉપલબ્ધ છે. આ સ્ટોરની અંદર કોન્ડોમમાંથી તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓ મળે છે. આ પ્રકારની વસ્તુઓ જોઇને તમે આશ્ચર્યચકિત થયા વગર ના રહો. કન્ટેન ક્રિએટર મોહનીશ દૌલતાનીએ તાજેતરમાં આ Cabbages and Condoms કાફેનો એક વીડિયો અપલોડ કર્યો હતો. ખાસ વાત એ પણ છે કે પોતાની વિશિષ્ટતા સાથે આ કેફે લોકોના સ્વાદનું પણ ધ્યાન રાખે છે. તે તાજી કોફી, મોકટેલ અને આઈસ્ક્રીમ સાથે સ્વાદિષ્ટ અને અધિકૃત થાઈ ખોરાક ઓફર કરે છે. જો તમે થાઈલેન્ડ જાવ તો આ કાફેને તમારી યાદીમાં અત્યારથી સામેલ કરી દેજો.
Tags :
Advertisement

.

×