Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગમાં પણ બની શકે છે KGF કે બાહુબલી જેવી ફિલ્મો?

હમણાં હમણાં હિન્દી ફિલ્મોમાં બાહુબલીથી શરૂ થયેલી એક નવા જ પ્રકારની ફિલ્મી પ્રોડક્શનની યાત્રા KGF2 સુધી પહોંચી છે અને કારણો ગમે તે હોય પ્રેક્ષકોએ ઉમળકાભેર તેને આવકારી છે તેનો આપણે ઇનકાર કરી શકીએ એમ નથી.એ અર્થમાં મુંબઈના બોલિવૂડને દક્ષિણના ફિલ્મ નિર્માતાઓએ હાલ પૂરતો પાછળ રાખી દીધા હોય તેવું લાગે છે. એના કારણોની આજે ચર્ચા નથી કરવી પણ એક ગુજરાતીભાષી તરીકે અપેક્ષા વ્યક્ત કરવાનું મન
શું ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગમાં પણ બની શકે છે kgf કે બાહુબલી જેવી ફિલ્મો
Advertisement
હમણાં હમણાં હિન્દી ફિલ્મોમાં બાહુબલીથી શરૂ થયેલી એક નવા જ પ્રકારની ફિલ્મી પ્રોડક્શનની યાત્રા KGF2 સુધી પહોંચી છે અને કારણો ગમે તે હોય પ્રેક્ષકોએ ઉમળકાભેર તેને આવકારી છે તેનો આપણે ઇનકાર કરી શકીએ એમ નથી.
એ અર્થમાં મુંબઈના બોલિવૂડને દક્ષિણના ફિલ્મ નિર્માતાઓએ હાલ પૂરતો પાછળ રાખી દીધા હોય તેવું લાગે છે. એના કારણોની આજે ચર્ચા નથી કરવી પણ એક ગુજરાતીભાષી તરીકે અપેક્ષા વ્યક્ત કરવાનું મન થાય છે કે દક્ષિણની આવી ગયેલી અને આવી રહેલી ટેક્નિક્સની દ્રષ્ટિએ પ્રેક્ષકોને ગમી રહેલી KGF2 જેવી ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષી શકે છે. તેના અતિભવ્ય અને ઐતિહાસિક મૂલ્યોને શોભે સાથેની વાર્તા કે script પ્રેક્ષકોને પસંદ પડી છે. આ સત્યનો સ્વીકાર કરીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પણ પોતાના ફિલ્મી પ્રોડકશનની એ દિશામાં વાળવા વિચારે તે કદાચ સમયની જરૂરિયાત બની છે. ગુજરાતી ભાષા પાસે ગુજરાતી સાહિત્યમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીથી માંડીને ચંચી મહેતા સહિતના અનેક નવલકથાકારો અને નાટ્યકારોની રચનાઓને ફરીથી સાંપ્રત સમયની અધ્યતન ટેકનીક, અભિનય, પોશાકો વગેરેથી શણગારીને જો ગુજરાતી પ્રેક્ષકો સામે રજૂ કરવામાં આવે તો કદાચ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પણ આગળ વધવામાં, વિકસવામાં કે વિસ્તારવામાં નવી દિશા અને નવો તાજો પ્રાણવાયુ મળી રહેશે એવી આશા બંધાય છે. 
શરૂઆતના સમયમાં ગુજરાત સરકારે ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગને વિકસાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે જેને કારણે ગુજરાતી ચલચિત્રો શરૂઆતના પ્રારંભિક તબક્કાને પસાર કરી જઈને નવા વિષયો સાથે સાંપ્રત સમયના પ્રેક્ષકોને આકર્ષી શકે તેવા વિષયો સાથેના ઠીક ઠીક પ્રમાણમાં સફળ થયા છે. હવે સમય એવો પણ આવ્યો છે કે ગુજરાતી ભાષામાં KGF3 ની જેમ કોઈ નવલકથા વિશ્વ સામે મુકાય અથવા તેનાથી પણ આગળ વધીને કહીએ તો આપણા મહાકાવ્યો "રામાયણ" અને "મહાભારત" પણ પ્રેક્ષકોને ચલચિત્રના સ્વરૂપમાં આપણી ભાષામાં મળતા થાય તો કદાચ એનાથી આપણે આપણી નવી પેઢીને આપણી માતૃભાષા તરફ વાળી શકીશું અને વળી સાથે સાથે આપણા પરંપરાગત મૂલ્યો, માન્યતાઓ, સર્જકો અને ગ્રંથો સાથે એમને જોડવાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરીશું. KGF જોયા પછી આપણી ભાષામાં આ પ્રકારની કે બાહુબલી પ્રકારની ફિલ્મો બને તો આપણા ફિલ્મ નિર્માતાઓને પણ આર્થિક ફાયદો થઇ શકે. ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગ સામે આજે કદાચ આ પણ એક અજમાવવા જેવો નવો પડકાર છે.
Tags :
Advertisement

.

×