Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન વિરુદ્ધ હાર મળ્યા બાદ શું હવે ફાઈનલમાં પહોંચી શકે છે ટીમ ઈન્ડિયા?

એશિયા કપ 2022 (Asia Cup 2022) માં રવિવારે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આમને-સામને હતા. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 1 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 5 વિકેટે જીતી લીધી.એશિયા કપ 2022માં સુપર 4 રાઉન્ડની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ માટે નિરાશાજનક રહી હતી. ટીમ ઈન્ડà
પાકિસ્તાન વિરુદ્ધ હાર મળ્યા બાદ શું હવે ફાઈનલમાં પહોંચી શકે છે ટીમ ઈન્ડિયા
Advertisement
એશિયા કપ 2022 (Asia Cup 2022) માં રવિવારે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) આમને-સામને હતા. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 1 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 5 વિકેટે જીતી લીધી.
એશિયા કપ 2022માં સુપર 4 રાઉન્ડની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ માટે નિરાશાજનક રહી હતી. ટીમ ઈન્ડિયાને રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ 181 રનના સ્કોરનો બચાવ કરી શકી ન હતી અને પાકિસ્તાને 19.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે, જેના કારણે તેની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. 

ભારતીય ટીમ માટે હવે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો આસાન નહીં હોય અને તેણે પોતાની બાકીની મેચોમાં પોતાની તમામ તાકાત લગાવવી પડશે. મહત્વનું છે કે, પાકિસ્તાન સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે આવો જાણીએ શું કરવું પડશે. ભલે ભારતીય ટીમને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેના ફાઇનલમાં પહોંચવાના દરવાજા હજુ બંધ થયા નથી. મહત્વનું છે કે, સુપર 4 તબક્કામાં, હાલમાં ચાર ટીમો એકબીજાની વચ્ચે રમી રહી છે અને તેમાંથી ટોચની બે ટીમો ફાઈનલ રમશે. 
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને સુપર 4 રાઉન્ડમાં હજુ બે વધુ મેચ રમવાની છે, જેને તુલનાત્મક રીતે સરળ કહી શકાય. આ મેચો અફઘાનિસ્તાન અને શ્રીલંકાની સામે થવાની છે. ભારતે આ બંને મેચ કોઈપણ ભોગે જીતવી પડશે અને સારો રન રેટ મેળવવાનો પણ પ્રયાસ કરવો પડશે. જો ભારત તેની બંને મેચ જીતી જશે તો તે ફાઇનલમાં પહોંચી જશે. સુપર 4 રાઉન્ડમાં માત્ર બે મેચ રમાઈ છે. શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું છે, તો ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે હાર મળી છે. 
હવે ભારત અને પાકિસ્તાન બંનેએ પોતાની આગામી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે રમવાની છે. અહીં જો બંને ટીમો મેચ જીતશે તો ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને જોવા મળશે.
Advertisement
Tags :
Advertisement

.

×