દાંતા થી અંબાજી હાઈવે માર્ગ પર કાર પલ્ટી, 7 લોકોનો ચમત્કારીક બચાવ
એક કહેવત છે ને ભગવાનનો ચમત્કાર અપરંપાર હોય છે આવું જ આજે સાંજે દાંતા થી અંબાજી તરફ હાઇવે માર્ગ પર એક ફેમિલી કાર પલટી જવાથી કારમાં બેસેલા સાત લોકોનો ચમત્કારી બચાવ થયો હતો. ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી તરફના તમામ માર્ગો પરના રોડ હાલમાં ફોરલેન હાઇવે બન્યા છે જેના કારણે વાહન ચાલકોનો સમય બગડતો નથી અને ઝડપથી એક સ્થળ થી બીજા સ્થળે પહોંચી જવાય છે. પરંતુ આવા હાઇવે માર્ગ પર ક્યારેક કોઈ કà
Advertisement
એક કહેવત છે ને ભગવાનનો ચમત્કાર અપરંપાર હોય છે આવું જ આજે સાંજે દાંતા થી અંબાજી તરફ હાઇવે માર્ગ પર એક ફેમિલી કાર પલટી જવાથી કારમાં બેસેલા સાત લોકોનો ચમત્કારી બચાવ થયો હતો. ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજી તરફના તમામ માર્ગો પરના રોડ હાલમાં ફોરલેન હાઇવે બન્યા છે જેના કારણે વાહન ચાલકોનો સમય બગડતો નથી અને ઝડપથી એક સ્થળ થી બીજા સ્થળે પહોંચી જવાય છે. પરંતુ આવા હાઇવે માર્ગ પર ક્યારેક કોઈ કારણસર અકસ્માત થાય ત્યારે ઘણી વખત ગંભીર ઘટના અકસ્માતની બનતી હોય છે પરંતુ જેના પર ભગવાનના આશીર્વાદ હોય અને ભગવાનનો ચમત્કાર થાય ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર લોકોનો બચાવ પણ થતો હોય છે.
દાંતા થી અંબાજી હાઈવે માર્ગ પર અકસ્માત
દાંતા થી અંબાજી તરફ કુળદેવી દર્શન કરીને પરત અંબાજી આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં જેમાં Ertiga કારની એક્સલ નીકળી જવાથી અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી અને તાત્કાલિક ઘાયેલોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખસેડ્યા હતા અને તમામ લોકો હાલમાં સુરક્ષિત છે.
દાંતા થી અંબાજી હાઈવે માર્ગ પરના દેવળીયા વાળી અને ધાબાવાળી વાવ ગામની વચ્ચે ઢાળ પર Ertiga કારની એક્સલ નીકળી જવાથી કાર અચાનક 25 થી 30 ફૂટ સુધી ઘસડીને પહાડ સાથે અથડાઈ હતી અને ઊંધી વળી ગઈ હતી સાથે જોરદાર અવાજ થતા હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને આ કારમાં બેસેલા સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. કારમાં ત્રણ પુરુષ ત્રણ મહિલા અને એક નાનો બાળક સામેલ હતા પરંતુ તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.
પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો
ફેમિલી કારનો અકસ્માત દાંતા અને અંબાજી હાઈવે માર્ગ પર થતા ઘટના સ્થળે ટોળેટોળા એકઠા થયા હતા અને વાહનો પણ ઉભા રહી ઘટનાની જાણકારી મેળવતા હતા ત્યારે અંબાજી પોલીસ અને ટ્રાફિક પોલીસની ગાડી પણ ઘટના સ્થળે આવીને ઈજાગ્રસ્તોના ખબર પૂછ્યા હતા અને પોલીસે ઘાયલોને હોસ્પિટલ જવાનું સૂચન પણ કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


