Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેરેબિયન ઓલરાઉન્ડરે ખરીદી નવી Mercedes-Benz AMG, કિંમત જાણી ચોંકી જશો

IPLની 15મી સીઝન પૂર્ણ થઇ ગઇ છે. તમામ વિદેશી ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. ત્યારે કોલકતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર આન્દ્રે રસલ પણ IPL પૂર્ણ થયા બાદ પોતાના ઘરે રજા ભોગવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તેણે એક નવી કાર લીધી હોવાનું તે જણાવે  છે. IPL 2022માં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે શ્રેયસ અ
કેરેબિયન ઓલરાઉન્ડરે ખરીદી નવી mercedes benz amg  કિંમત જાણી ચોંકી જશો
Advertisement
IPLની 15મી સીઝન પૂર્ણ થઇ ગઇ છે. તમામ વિદેશી ખેલાડીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. ત્યારે કોલકતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર આન્દ્રે રસલ પણ IPL પૂર્ણ થયા બાદ પોતાના ઘરે રજા ભોગવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તેણે એક નવી કાર લીધી હોવાનું તે જણાવે  છે. 
IPL 2022માં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની KKR માટે બેટ અને બોલ બંનેથી સારુ પ્રદર્શન કરી બતાવ્યું હતું. IPL 2022ની મેગા હરાજી પહેલા રસેલને KKR દ્વારા 12 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યો હતો. IPLની 15મી સીઝન પૂરી થયા બાદ રસેલે પોતાને એક શાનદાર ભેટ આપી છે. તેણે પોતાના માટે એક લક્ઝુરિયસ કાર ખરીદી છે. 
રસેલે તેની નવી મર્સિડીઝ બેન્ઝ AMG કારનો ફર્સ્ટ લુક તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોમાં તે કારમાં એન્ટ્રી કરતો જોવા મળે છે. તેણે આ વિડીયોની સાથે કેપ્શનમાં લખ્યું, 'હું હંમેશા મોટા સપના જોઉં છું! પરિશ્રમ અને બલિદાનથી સપના સાકાર થાય છે. ભગવાન સારા છે.' આ વિડીયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નવી કાર ખરીદવા બદલ રસેલને ચારેબાજુથી અભિનંદન મળી રહ્યા છે. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવથી લઈને ક્રિસ ગેલ અને ડેરેન સેમીએ તેને અભિનંદન પાઠવ્યા છે.
Tags :
Advertisement

.

×