સુરતના વરાછામાં પરિણિતાના આપઘાતનો મામલો, મામલતદાર નણંદ સહિત સાત સામે ગુનો દાખલ
સુરત ના મોટા વરાછા વિસ્તાર માં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિણીતાના પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં આપઘાત માટેની દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી..જે બાદ પોલીસે મામલતદાર તરીકે કામ કરનાર મૃતકની નણંદ સહિત સાત સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.સાસરી પક્ષ તરફથી હેરાન-પરેશાન કરાતી હોવાનો આક્ષેપ સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મોનિકા નામની પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસà«
10:26 AM Feb 13, 2023 IST
|
Vipul Pandya
સુરત ના મોટા વરાછા વિસ્તાર માં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિણીતાના પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં આપઘાત માટેની દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી..જે બાદ પોલીસે મામલતદાર તરીકે કામ કરનાર મૃતકની નણંદ સહિત સાત સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.
સાસરી પક્ષ તરફથી હેરાન-પરેશાન કરાતી હોવાનો આક્ષેપ
સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મોનિકા નામની પરિણીત મહિલાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી..જોકે મહિલા નું સારવાર દરમ્યાન મોત થયું હતું..જે મામલે મોનીકા ના પિતાએ ઉતરાણ પોલીસ મથકમાં આપઘાત માટે દુષપ્રેરણાની ફરિયાદ આપી હતી..મોનીકાના પિતાએ આક્ષેપ કર્યા હતા કે મોનીકાને તેની સાસરી પક્ષ તરફથી ખૂબ હેરાન-પરેશાન કરવામાં આવતી હતી..ઇઝરાયલ માં તેનો પતિ હીરાનો વ્યવસાય કરતો હતો.તેને અન્ય મહિલા સાથે અફેર હોવાથી વારંવાર છૂટાછેડા માટે મોનીકાને દબાણ કરતો હતો..મોનીકાએ પોતે ઝેર નથી પીધું પરંતુ તેમને ઝેર આપવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા હતા..
સાત લોકો સામે ગુનો દાખલ, ત્રણ લોકોની ધરપકડ
સમગ્ર મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 7 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી..જેમાં પોલીસે મોનીકાના સસરા મનસુખ ભાઈ વેકરિયા, મોનીકાના પતિ ટેનિસ વેકરિયા, સાસુ પ્રવીણાબેન વેકરિયા, તેમજ મામલતદાર નણંદ નેહા સવાણી તેમના પતિ નિશાંત સવાણી સાથેજ બીજી નણંદ પારુલ જસ્મિન પાદરિયા તેમજ જસ્મિન પાદરિયા આમ સાત સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો
હતો..જેમાં પોલિસે ત્રણ લોકો ની ધરપકડ કરી છે.
પતિ હાલમાં ઇઝરાયેલ છે
ઉતરાણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી સાસુ પ્રવીણા બેન તેમજ સસરા મનસુખ ભાઈ અને નણદોઈ જસ્મીન પાદરિયા ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે..આ કેસ મા પતિ ટેનિસ ઇઝરાયલ છે તેમજ તેમના નણંદ નેહા મામલતદાર છે સાથે નેહા ના પતિ સરકારી ડોકટર છે .આમ આ બધા અને ઝડપી પાડવા પોલીસે નેહાના ઘરે પણ તપાસ કરી છે..સાથે તે જે જગ્યા એ મામલતદાર છે ત્યાં પણ પોલીસ મથકે હાજર થવાના ફરમાન સાથે નોટિસ પણ પાઠવી છે..હાલ ત્રણ લોકો ની ધરપકડ કરાઈ છે જ્યારે ચાર લોકો ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ ડિંડોલી પોલીસે 2 મોબાઈલ સ્નેચરોને ઝડપ્યા, 14 મોબાઈલ કબ્જે લીધાં, પકડાય નહી તે માટે બનાવ્યો હતો આ પ્લાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article