ડિંડોલી પોલીસે 2 મોબાઈલ સ્નેચરોને ઝડપ્યા, 14 મોબાઈલ કબ્જે લીધાં, પકડાય નહી તે માટે બનાવ્યો હતો આ પ્લાન
સુરતની (Surat) ડીંડોલી પોલીસે (Police) બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડયા હતા. નંબર વગરનું મોપેડ લઈ લોકોના મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. પોલીસે બને પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. સુરતમાં મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બે ફામ બન્યા છે તેવામાં સુરતના ડીંડોલી વિસ્તારમા અવાર નવાર મોબાઈલ સ્નેચિંગ ની ઘટના બની રહી હતી.દરમ્યાન ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે સુરતમાં અલગ અલગ જગ્યાએ મોબà
Advertisement
સુરતની (Surat) ડીંડોલી પોલીસે (Police) બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડયા હતા. નંબર વગરનું મોપેડ લઈ લોકોના મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. પોલીસે બને પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. સુરતમાં મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બે ફામ બન્યા છે તેવામાં સુરતના ડીંડોલી વિસ્તારમા અવાર નવાર મોબાઈલ સ્નેચિંગ ની ઘટના બની રહી હતી.
દરમ્યાન ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે સુરતમાં અલગ અલગ જગ્યાએ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર બે રીઢા ગુનેગારો મોપેડ પર ડીંડોલી વિસ્તારમાં આવેલા સી.આર. પાટીલ બ્રિજ નીચેથી પસાર થવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી નમ્બર વગર ની મોપેડ લર પસાર થતા ગણેશ ઉર્ફે નાટયા કૈલાશ પાટીલ અને હરીશ ઉર્ફે હર્ષલ ઉર્ફે કાલિયા સંજય સાળી ને અટકાવી પૂછપરછ કરી તપાસ કરતા બને પાસેથી ચોરીના 14 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.
મહત્વનું છે કે બને ઈસમો સુરતના અલગ અલગ જગ્યા પર નમ્બર વગરનું મોપેડ લઈ ફોન પર વાત કરતા કે હાથમાં ફોન લઈ પસાર થતા લોકોના હાથમાંથી કે ખિસ્સામાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફૂલ સ્પીડના ફરાર થઇ જતા હતા. ડીંડોલી પોલીસ મથક હદ વિસ્તારમાં પણ મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં વધારો થતાં ડીંડોલી પોલીસે સઘન તપાસ કરી હતી અને બાતમીના આધારે બને ઈસમોની ધરપકડ કરી હતી અને બને પાસેથી પોલીસે 14 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.
જેમાં ડીંડોલી પોલીસ મથકના 3 અને ગોડાદરા પોલીસ મથકનો 1 એમ ચાર મોબાઈલ સ્નેચિંગ ના ભેદ ઉકેલાયા હતા. પોલીસે 14 મોબાઈલ ફોન એક મોપેડ અને મળી કુલ 2,46,000 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સક્રિયતાને કારણે આવા ગુના કરી નાસી જતાં આરોપીઓ આજે જેલના સળિયા પાછળ છે ત્યારે પોલીસ આવી રીતે સક્રિયતાથી કામ કરે તો જ લોકોની મુશ્કેલીનો અંત આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


