સુરતના રેસ્ટોરન્ટમાં મહિલાઓની પ્રાઈવસી ભંગનો મામલો, વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આક્ષેપ
Surat : સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે, જ્યાં મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન મૂકવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં ભારે હંગામો મચ્યો હતો.
Advertisement
- સુરતના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે મોટો આક્ષેપ
- મહિલાના વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આક્ષેપ
- એક મહિલા ગ્રાહકનું ધ્યાન પડતા થયો હંગામો
- મહિલાઓના વોશરૂમમાં પુરુષ સફાઇકર્મીને મોકલતા હોવાનો આક્ષેપ
- હોટલના સફાઇકર્મીની કરતૂત હોય તેવો ખુલાસો
- પોલીસે સુરેન્દ્ર નામના સફાઇકર્મીની કરી અટકાયત
- આરોપીના મોબાઈલમાંથી પાંચ વીડિયો ક્લિપ મળી આવી
- આરોપીના ઘરે તપાસ કરતા એક સ્પાય કેમેરો પણ મળી આવ્યો
Surat : સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે, જ્યાં મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન મૂકવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં ભારે હંગામો મચ્યો હતો. એક મહિલા ગ્રાહકના ધ્યાન પર વાત આવતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટના પુરુષ સફાઈકર્મી સુરેન્દ્ર પર આ કરતૂતના આક્ષેપ છે.
પોલીસે તેની અટકાયત કરી અને તેના મોબાઈલમાંથી મહિલાઓના 5 વીડિયો ક્લિપ પણ મળી આવ્યા છે. ઉપરાંત, આરોપીના ઘરે તપાસ કરતા એક સ્પાય કેમેરો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ બનાવથી મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Advertisement
આ પણ વાંચો : સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં પોલીસનો દરોડો : મગદલ્લામાં 7 જુગારી ઝડપાયા, 52 હજારનો મુદ્દામાલ જપ્ત
Advertisement


