Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચંદા કોચર અને દિપક કોચરની મુશ્કેલી વધી, ત્રણ દિવસના CBI રિમાન્ડ મંજુર

વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના પૂર્વ CEO અને MD ચંદા કોચર અને દીપક કોચરને આજે વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે સોમવાર 26 ડિસેમ્બર સુધી CBI રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો છે.CBIના વકિલની દલીલકોર્ટમાં સુનાવણી દરમિયાન  CBIના વકીલે કહ્યું કે, અમે ચંદા કોચર અને દીપક કોચરને નોટિસ મોકલી છે. તેમ છતાં તપાસમાં સહકાર આપવામાં આવત
ચંદા કોચર અને દિપક કોચરની મુશ્કેલી વધી  ત્રણ દિવસના cbi રિમાન્ડ મંજુર
Advertisement
વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના પૂર્વ CEO અને MD ચંદા કોચર અને દીપક કોચરને આજે વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે સોમવાર 26 ડિસેમ્બર સુધી CBI રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો છે.
CBIના વકિલની દલીલ
કોર્ટમાં સુનાવણી દરમિયાન  CBIના વકીલે કહ્યું કે, અમે ચંદા કોચર અને દીપક કોચરને નોટિસ મોકલી છે. તેમ છતાં તપાસમાં સહકાર આપવામાં આવતો ન હતો.  CBIએ કોર્ટમાં બંને આરોપીઓની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. કોચર દંપતીને એક દિવસ પહેલા જ દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યા હતા.
CBIના વકીલે કોર્ટમાં કહ્યું કે, વીડિયોકોનને લોન આપવાથી ICICI બેંકને 1730 કરોડનું નુકસાન થયું છે. CBIનો આરોપ છે કે ચંદા કોચરે ICICI બેંકમાં પદ સંભાળ્યા બાદ વીડિયોકોનની 6 અલગ-અલગ કંપનીઓને લોન આપવામાં આવી હતી. આમાંથી બે લોન સમિતિઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં ચંદા કોચર સભ્ય હતા. તેણે વિડિયોકોન ગ્રુપને લોન આપવાના મામલે અન્ય સમિતિઓને પણ પ્રભાવિત કરી હતી.
જલ્દી જ ચાર્જશીટ દાખલ થશે
મળતી વિગતો અનુસાર વીડિયોકોન લોન મામલે CBI તરફથી જલ્દી જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ચાર્જશીટમાં વીડિયોકોન ગૃપના વેણુંગોપાલ ધૂત સાથે કોચર દંપતીને પણ નોમિનેટ કરવામાં આવી શકે છે. ચંદા કોચર પર વીડિયોકોન ગૃપના પ્રમોટર વેણૂગોપાલ ધૂતને આંખ બંધ કરીને લોન આપવાનો આરોપ છે. જેના બદલામાં નૂપાવરમાં કથિત રીતે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
2012માં વીડિયોકોન ગૃપને ICICI બેંકે લોન આપી હતી અને બાદમાં NPA થયું હતું. 2018માં ચંદા કોચર પર લોન આપવામાં નાણાંકિય અનિયમિતતાનો આક્ષેપ લાગ્યો. જે બાદ ચંદા કોચરને ICICI બેંકના MD અને CEOના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. આ કેસમાં સપ્ટેમ્બર 2020માં EDએ દીપક કોચરની ધરપકડ કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×