ગિરનાર પર્વત પર દત્તાત્રેય જયંતિની ઉજવણી, જરૂરીયાત મંદો માટે ચલાવાયો અનોખો સેવા યજ્ઞ
જૂનાગઢમાં (Junagadh)ગિરનાર પર્વત (Girnar Mountain)પર દત્તાત્રેય જયંતિની(Dutt Jayantini)ઉજવણી કરવામાં આવી, માગશર માસની પૂનમે ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ અને ગુરૂ દત્તાત્રેય શિખર પર મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા. કમંડળ કુંડ ખાતે દિવ્ય ઔષધીના કાષ્ઠથી દત્ત યાગ યજ્ઞ કરાયો, દત્ત જયંતિ નિમિત્તે ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. દત્ત જયંતિ નીમીત્તે ગુરૂ દત્તાત્રેય ચેરીà
Advertisement
જૂનાગઢમાં (Junagadh)ગિરનાર પર્વત (Girnar Mountain)પર દત્તાત્રેય જયંતિની(Dutt Jayantini)ઉજવણી કરવામાં આવી, માગશર માસની પૂનમે ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ અને ગુરૂ દત્તાત્રેય શિખર પર મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા. કમંડળ કુંડ ખાતે દિવ્ય ઔષધીના કાષ્ઠથી દત્ત યાગ યજ્ઞ કરાયો, દત્ત જયંતિ નિમિત્તે ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. દત્ત જયંતિ નીમીત્તે ગુરૂ દત્તાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા સિવિલ હોસ્પીટલમાં 11 લાખ રૂપીયાની દવાનું વિતરણ કરીને અનોખો સેવા યજ્ઞ કરાયો હતો.
ગુરૂ દત્તાત્રેય શિખર પર ભાવિકોએ કર્યાં દર્શન
હિમાલય થી પુરાણો એવો ગિરનાર પર્વત ગુરૂદેવ દત્ત અને દિગંબરા દિગંબરાના નાદ થી ગુંજી ઉઠ્યો હતો. માગશર માસની પૂનમનો દિવસ ભગવાન ગુરૂ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ.અત્રી ઋષિ અને માતા અનસુયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય, ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જેમાં અંશ છે એવા ભગવાન દત્તાત્રેયએ ગિરનાર શિખર પર એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ સુધી યોગનિંદ્રામાં એટલે કે સાધના કરી, તપ કર્યું તે આ સ્થાન એટલે ગિરનાર પર્વત પર આવેલું ગુરૂ દત્તાત્રેય શિખર કે જે ખુબ જ દુર્ગમ છે અને આ શિખરની ભૌગોલિક રચના પણ એવી છે કે ત્યાં પ્રાણી માત્રની કોસ્મિક એનર્જી સેન્ટ્રલાઈઝ થાય છે.
શાસ્ત્રોક્ત વિધિથી સાથે યજ્ઞ કરવામાં આવ્યો
ભગવાન ગુરૂ દત્તાત્રેય દ્વારા પોતે પ્રગટાવેલો ઘુણો આજે પણ પ્રજવ્વલીત છે અને તેમના કમંડલ થી ગંગાજી પ્રગટ થયા અને પાણીની સરવાણી આજે થાય છે તે સ્થાન કમંડલ કુંડ તરીકે પ્રસિધ્ધ છે. દત્તાત્રેય જયંતિ નીમીત્તે શાસ્ત્રોક્ત વિધિથી દિવ્ય ઔષધિના કાષ્ઠથી દત્ત યાગ યજ્ઞ કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય દ્વારા વચન અપાયું હતું કે હું દિવસમાં ગમે ત્યારે ભીક્ષા માટે આવીશ. તેથી જ કમંડલ કુંડ સંસ્થાન દ્વારા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચલાવાય છે કે ક્યારે અને ક્યાં સ્વરૂપે ભગવાન ભીક્ષા માટે આવે અને તે ખાલી હાથે ન જાય તે માટે કમંડલ કુંડ સંસ્થાન કાર્યરત છે.
લોકો કપરા ચઢાણ પાર કરે છે
દત્ત જયંતિ નીમીત્તે મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર દત્તાત્રેય શિખરના દર્શન માટે આવે છે, કમંડલ કુંડ ખાતે યજ્ઞના દર્શન કરીને અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ગુજરાત કરતાં પણ મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેયને માનનારા લોકો વધારે છે, મરાઠી લોકો મોટી સંખ્યામાં દત્ત જયંતિના દિવસે ગુરૂ શિખર અને કંમંડલ કુંડ ખાતે દર્શનાર્થે આવે છે. દુર્ગમ શિખર પર પહોંચવું મુશ્કેલ હોવા છતાં લોકોની આસ્થા છે અને લોકો કપરા ચઢાણ પાર કરે છે તો અશક્ત અને વૃધ્ધ લોકો ડોલીમાં બેસીને ગુરૂ દત્તાત્રેયને શિશ નમાવે છે.
વિશ્વ કલ્યાણની ભાવના સાથે દત્ત યાગ યજ્ઞનું આયોજન કરાયું
કમંડલ કુંડ સંસ્થાન દ્વારા દત્ત જયંતિ નીમીત્તે વિશ્વ કલ્યાણની ભાવના સાથે દત્ત યાગ યજ્ઞનું આયોજન કરાય છે, ચાલુ વર્ષે જરૂરીયાતમંદ દર્દીઓ માટે સિવિલ હોસ્પીટલમાં 11 લાખ રૂપીયાની દવાઓનું વિતરણ કરીને કમંડલ કુંડ સંસ્થાન દ્વારા એક અનોખો સેવાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટીમાં પણ ગિરનાર ક્ષેત્રના સાધુસંતો દ્વારા દત્ત જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જૂના અખા઼ડાથી ભગવાન દત્ત મહારાજની રવાડી કાઢવામાં આવી, જૂના અખાડા થી ભગવાન દત્તાત્રેયની પાલખી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે ભવનાથ તળેટીમાં ફરી હતી, દત્ત ચોકમાં સાધુ સંતો દ્વારા તલવારબાજી અને લાઠીદાવ સહીતના કરતબ પણ કરવામાં આવ્યા હતા અને રવાડી ભવનાથ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં મૃગીકુંડમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને સ્નાન કરાવાયું હતું અને ભવનાથ મહાદેવની ઉપસ્થિત સાધુ સંતોએ પૂજા અર્ચના કરીને દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


