શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદે -એ મિલાદુન નબીની ઉજવણી કરાઇ
અંધકારમાથી દુનિયાને પોતાના તેજોમય પ્રકાશથી ઝગમગતી કરનાર ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના જન્મદિવસ ઈદે એ મિલાદુન નબી પ્રસંગ મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઇ નગર કાજીવાડા મસ્જિદ ખાતેથી ભારે શાને શૌકતથી અને કોમી એકતાના વાતાવરણમાં શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું. ડભોઇ મુહએ મુબારકની જીયારત કરાવી ન્યાજ પ્રસાદ તકસીમ કરવામાં આવી હતી. અંધકાર
Advertisement
અંધકારમાથી દુનિયાને પોતાના તેજોમય પ્રકાશથી ઝગમગતી કરનાર ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના જન્મદિવસ ઈદે એ મિલાદુન નબી પ્રસંગ મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઇ નગર કાજીવાડા મસ્જિદ ખાતેથી ભારે શાને શૌકતથી અને કોમી એકતાના વાતાવરણમાં શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું.
ડભોઇ મુહએ મુબારકની જીયારત કરાવી ન્યાજ પ્રસાદ તકસીમ કરવામાં આવી હતી. અંધકારમાંથી દુનિયાને પોતાના તેજોમય પ્રકાશથી ઝગમગતી કરનારઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. ના જન્મદિન પ્રસંગે સમગ્ર વિશ્વના દેશો સહિત ભારત દેશના મુસ્લિમ સમુદાય એક જ દિવસે ઈદે મિલાદુન નબી ઉજવતા પ્રસંગ નિમિત્તે ડભોઇ શહેર તાલુકામાં ઈદે મિલાદુન નબી કમિટીના શહેર કાજી સૈફૂદીન સાહબની રહેબરી હેઠળ સ્ટેશન રોડ કાજીવાડા મસ્જિદથી કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે ભવ્ય જુલુસનો પ્રારંભ શાને શૌકતથી કરવામાં આવ્યો હતો.
જેમાં રિફાઈ ટુકડી સૈયદ સાદાત ઇબ્રાહીમભાઇ ખત્રી ઇબ્રાહીમભાઇ મહુડા વાળા શઇદભાઈ લોટવાલા નૂર મહંમદ મહુડા વાળા સિદ્દીકભાઈ વાણીયાવાલા રજાકભાઈ ખત્રી યુસુફભાઈ ફાતિયા વકીલ જાવેદભાઈ પઠાણ સિકંદર ભાઈ લગનીયા યાકુબભાઈ ઘાંચી અફઝલ કાબા વાલા તેમજ જુલુસ ટાવર પહોંચતા ભાજપના શશીકાંતભાઈ પટેલ કોંગ્રેસના સતિષભાઈ રાવલ ભુપેન્દ્રભાઈ પટેલ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડભોઇ શહેરના વિવિધ મદ્રસાઓમાં તાલીમ લેતા બાળકો મુસ્લિમ આગેવાનો મોલવી સાહેબ સહિત મુસ્લિમ બિરાદરો જુલુસમા જોડાયા હતાં.
નૂરવાલા આયા હૈ નૂર લેકે આયા હૈ દેખો તો એ સારે આલમ મેં કૈસા નુર છાયા હૈ. યા રસુલલાહ તુમ્હારા મિલાદ મનાતે યા રસુલલ્લાહ. સરકાર કી આમદ મરહબા.ના ગગન ભેદી નારા સાથે બાળકો દ્વારા હાથ મેં નબીની શાનમાં ઈસ્લામીક આયતો લખેલા ઝંડા સાથે વિવિધ પ્રકારના વાહનો મુસ્લિમ વિસ્તાર તાઇ વાગા બદરૂદ્દીન મોહલ્લા ખલી મોહલ્લા કડિયાવાડ તળાવપુરા વૉરવાડ સુંદરકુવા મહુડી ભાગોળ જનતા નગર બેગવાડા પાંજણીગર મોહલ્લા વિગેરે મુસ્લિમ વિસ્તાર જુલુસ દરમિયાન જોડાતા ગયા આશરે બે કિલોમીટર જુલુસ સરકારી દવાખાના ચાર રસ્તા વકીલ બંગલા લાલ બજાર ટાવર થઈ છીપવાડ બજારથી કાજીવાડા મસ્જીદે જુલુસ પહોંચ્યું હતું.
મુસ્લિમ બિરાદારો દ્વારા ઠેરે ઠેર નિયાજ પ્રસાદીના સ્ટોલ અને જુલુસ દરમિયાન વાહનોમાં પણ આઈસ્ક્રીમ ઠંડા પીણી વિવિધ વેરાઈટીના બિસ્કીટ સહિત દૂધ કોલ્ડિંગ મીઠાઈ વિગેરે તકસીમ કરવામાં આવ્યું હતું. જુલુસ બાદ વિવિધ મસ્જિદોમાં મુઅહે મુબારકના દીદાર કરવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ વાતાવરણમાં જુલુસ સંપન્ન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ તેમજ ડિવિઝન વડા એસ.બી.કુંપાવતના માર્ગદર્શન હેઠળ ડભોઇ પી.આઈ.એસ.જે.વાઘેલા. પી.એસ.આઈ. પી.એમ.કામડિયા દ્વારા સમગ્ર ઝુલુસ દરમ્યાન ખડે પગે રહી ચાપતો બંદોબસ્ત જાળવ્યો હતો અને કોમી એખલાસ વાતાવરણમાં ઝુલુસ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું.
Advertisement


