Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યોગી સતત બીજી વાર મુખ્યમંત્રી બનતા પૈતૃક ગામમાં ઉજવણી

ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે ત્યારે  તેમના પૈતૃક ગામ પંચૂરમાં જશ્નનો માહોલ છવાયો છે. તેમના ભાઇ અને માતાએ બતાવ્યું કે ગામમાં લોકો ખુબ જ ઉત્સાહિત છે. શુક્રવારે યોગી આદિત્યનાથે લગાતાર બીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. યોગીના બીજી વારના શપથથી ઉત્તરાખંડના પૌઢી ગઢવાલના તેમના પૈતૃક ગામમાં ઉજવણીનો માહોલ છે અને ગામમા લોકોમાં ભà
યોગી સતત બીજી વાર મુખ્યમંત્રી બનતા પૈતૃક ગામમાં ઉજવણી
Advertisement
ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે ત્યારે  તેમના પૈતૃક ગામ પંચૂરમાં જશ્નનો માહોલ છવાયો છે. તેમના ભાઇ અને માતાએ બતાવ્યું કે ગામમાં લોકો ખુબ જ ઉત્સાહિત છે. 
શુક્રવારે યોગી આદિત્યનાથે લગાતાર બીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. યોગીના બીજી વારના શપથથી ઉત્તરાખંડના પૌઢી ગઢવાલના તેમના પૈતૃક ગામમાં ઉજવણીનો માહોલ છે અને ગામમા લોકોમાં ભારે ઉત્સાહિત જોવા મળ્યા છે. શપથ સમારોહને જોવા માટે આખા ગામે તૈયારીઓ કરી હતી. યોગી ના પરિવારના લોકો પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.  પંચૂરમાં રહેતા યોગી આદિત્યનાથની માતા અને ભાઇ ખુબ જ ખુશખુશાલ જોવા મળ્યા છે. અને તેઓ બીજી વાર તેમને શપથ લેતા જોવા ઉત્સુક જણાયા હતા. લોકો બીજી વાર યોગી મુખ્યમંત્રી બન્યા તેનાથી ખુશ છે. યોગીની માતા કંઇ બોલી શકયા ન હતા પણ તે પોતાના પુત્રના બીજી વાર મુખ્યમંત્રી બનતા ખુશ જણાતા હતા. 
બુધવારે ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે યોગી આદિત્યનાથ દહેરાદૂન પહોંચ્યા હતા . તે સમયે તેમના મોટા ભાઇ માનેન્દ્રસિંહ બિષ્ટ દહેરાદૂનની હોસ્પિટલમાં દાખલ  કરાયેલા હતા. હવે તેઓ પોતાના પંચૂર ગામમાં પહોંચી ગયા છે અને  ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. યોગીના નાના ભાઇ મહેન્દ્રસિંહ બિષ્ટે કહ્યું હતું કે પરિવાર જ નહીં પરંતુ ગામના તમામ લોકો પોતાના પુત્રને  લગાતાર બીજી વખત મુખ્યમંત્રીની શપથ લેતા જોવા ઉત્સુક છે. 
Tags :
Advertisement

.

×