બનાસકાંઠામાંથી ત્રાટકેલી આકાશી અજાયબી નીકળી દુર્લભ ઉલ્કા, 1852 પછી ભારતમાં બીજીવાર જોવા મળી
બનાસકાંઠાના દિયોદર તાલુકા રવેલ અને રાંટીલા ગામમાં 17 ઓગસ્ટ 2022માં ઉલ્કા પડી હતી.તે સમયે શરૂઆતમાં કોઈ ખાસ જાણકારી નહોતી અને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.રવેલ ગામમાં ફળિયામાં ઉલ્કા પડતા લાદીને નુકસાન થયું હતું અને એ ઘટનાની સાક્ષી હતી એક મહિલા તો બીજી તરફ રાંટીલા ગામમાં એક લીમડાના ઝાડ પર ઉલ્કાપિંડ અથડાયા બાદ તેના ટૂકડા થયા હતા. આ ઉલ્કા અંગે અમદાવાદ સ્થિત ઈસરોની સંસ્થા ફિઝિકલ રિસર્à
Advertisement
બનાસકાંઠાના દિયોદર તાલુકા રવેલ અને રાંટીલા ગામમાં 17 ઓગસ્ટ 2022માં ઉલ્કા પડી હતી.તે સમયે શરૂઆતમાં કોઈ ખાસ જાણકારી નહોતી અને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.રવેલ ગામમાં ફળિયામાં ઉલ્કા પડતા લાદીને નુકસાન થયું હતું અને એ ઘટનાની સાક્ષી હતી એક મહિલા તો બીજી તરફ રાંટીલા ગામમાં એક લીમડાના ઝાડ પર ઉલ્કાપિંડ અથડાયા બાદ તેના ટૂકડા થયા હતા. આ ઉલ્કા અંગે અમદાવાદ સ્થિત ઈસરોની સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના સંશોધકોએ આ પથ્થર દુર્લભ ઉલ્કા હોવાની માહિતી રજૂ કરી છે. આ ઉલ્કા ઓબ્રીટ પ્રકારની છે.આ પ્રકારની ઉળ્કા આ પહેલા છેક 2 ડિસેમ્બર 1852માં ભારતમાં ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાંથી મળી હતી.હવે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગામોમાંથી મળેલી ઉલ્કાપિંડ ઓબ્રાઈટ તરીકે ઓળખવાનો દાવો કર્યો છે.
દિયોદર તાલુકાના રાંટીલા અને રવેલ ગામમાં પડેલી આ ઉલ્કાનો સૌથી મોટ ટૂકરો 200 ગ્રામનો અને બીજો 20 ગ્રામનો હતો.આ ઉપરાંત વિખરાયેલા ટુકડાઓ પર એકત્ર કરાયા હતા.સંશોધકોની તપાસમાં સામે આવ્યું છે આ ઉલ્કામાં જે પ્રકારની ધાતુ છે એ સામાન્ય રીતે બુધ ગ્રહ પર જોવા મળે છો.આ ઉલ્કાનો કબજો વિજ્ઞાનીઓએ લીધો હતો અને હવે તપાસ કરીને દૂર્લભ હોવાની ખાતરી આપી હતી. પીઆરએલના વિજ્ઞાનીઓએ આ અંગેનો રિપોર્ટ સાયન્સ જર્નલ કરન્ટ સાયન્સમાં પ્રગટ કર્યો હતો. એ રિપોર્ટ મુજબ આ ઉલ્કામાં મુખ્યત્વે એન્સ્ટાઈન્ટ નામની ધાતુ છે, જે બુધ પર વધારે જોવા મળે છે.આ પ્રકારની ઉલ્કા મળવી એ મોટી ઘટના છે.કેમ કે પૃથ્વી પર તેના બહુ ઓછા નમૂના છે.તેના કારણે વિજ્ઞાનિઓની ઉલ્કા વિશેની સમજણ પણ વધશે.આ પ્રકારની સૌથી પહેલી ઉલ્કા 1836માં ફ્રાન્સમાં પડી હતી,જ્યારે ભારતમાં આ બીજી જ ઘટના છે.આ સિવાય અમેરિકામાં 6 અને આફ્રિકામાં 3 વખત આ પ્રકારની ઉલ્કા મળી હતી.
ઉલ્કાએ બ્રહ્માંડનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પૃથ્વી પર સતત ઉલ્કા ત્રાટકતી રહે છે, પરંતુ ઘણી ખરી હવામાં જ બળીને રાખ થઈ જતી હોય છે. કેટલીક ઉલ્કાઓ ધરતી પર ત્રાટકીને ખાના-ખરાબી પણ સર્જે છે. મોટા ભાગની ઉલ્કાઓ લઘુગ્રહના પટ્ટામાંથી અલગ પડીને ધરતી પર આવતી હોય છે.દિયોદર ઉલ્કા અંગે સંશોધકોના દાવા પ્રમાણે લગભગ 90% ઉલ્કા ઓર્થોપાયરોક્સિનથી બનેલી હતી.
પાયરોક્સીન એ સિલિકેટ્સ છે જેમાં સિલિકા ટેટ્રાહેડ્રા (SiO 4)ની સિંગલ ચેઇન હોય છે ;ઓર્થોપાયરોક્સિન્સ ચોક્કસ માળખું સાથે પાયરોક્સિન્સ છે.ડાયોપ્સાઈડ અને જેડેઈટ જેવા પાયરોક્સીનનો ઉપયોગ રત્નો તરીકે કરવામાં આવ્યો છે. સ્પોડ્યુમીનનો ઉપયોગ ઐતિહાસિક રીતે લિથિયમ ઓર તરીકે થતો હતો.પાયરોક્સીન સાથેના ખડકોનો ઉપયોગ કચડી પથ્થર બનાવવા માટે પણ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ બાંધકામમાં થાય છે.તેઓએ એ પણ નોંધ્યું કે પાયરોક્સીનમાં આયર્ન નથી પરંતુ તે મેગ્નેશિયમથી ભરપૂર છે.આ જૂથે ઉલ્કાને મોનોમિક્ટ બ્રેકિયા તરીકે પણ વર્ગીકૃત કર્યું છે, જેનો અર્થ છે કે તેમાં ખડકાળ સામગ્રીના સ્કેફોલ્ડ દ્વારા એકસાથે રાખવામાં આવેલા કેટલાક પાયરોક્સીન-બેરિંગ ટુકડાઓનો સમાવેશ થાય છે. એકંદરે, તેઓએ સૂચવ્યું કે ઉલ્કા એક ઓબ્રીટ છે.બુધની સપાટી પર જે પરિસ્થિતિઓમાં ઓબ્રીટ રચાય છે તે પ્રચલિત છે ;જો કે, સંશોધકોએ લખ્યું છે કે તેમની પાસે "અમારા સંગ્રહમાં કોઈ જાણીતા મર્ક્યુરીયન નમૂનાઓ નથી". તેથી,તેઓએ ચાલુ રાખ્યું, દિયોદર ઉલ્કાપિંડ "માત્ર અસ્તિત્વમાંના ઉલ્કાના ડેટાબેઝમાં સુધારો કરતું નથી પરંતુ ભવિષ્યમાં ગ્રહોની પ્રક્રિયાઓને સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે."
આપણ વાંચો- આ તારીખે ખુલશે ભગવાન કેદારનાથના દ્વાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


