Vadodara માં Baroda Dairy માં ગેરરીતિ મુદ્દે વિરોધીઓને ચેલેન્જ
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનાં (Baroda Dairy Controversy) આરોપ બાદ ડેરી પ્રમુખ દીનુ મામાએ (Dinu Mama) વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે.
Advertisement
Vadodara : બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે. હાથ જ પડકારની રાજનીતિ પણ શરૂ થઈ છે. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનાં (Baroda Dairy Controversy) આરોપ બાદ ડેરી પ્રમુખ દીનુ મામાએ (Dinu Mama) વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે ડેરીનાં પૂર્વ ચેરમેન અજિતસિંહ ઠાકોરે પણ વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે હવે સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારની (Ketan Inamdar) પણ એન્ટ્રી થઈ છે. તેમણે દીનુ મામાની ચેલેન્જનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, દીનુ મામા તારીખ અને સમય જાહેર કરે, હું તેમની સામે બેસીને જવાબ આપવા તૈયાર છું.
Advertisement


