Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર, તમે પણ જવાનો હોય તો રાખજો ધ્યાન

ચીન સહિત અન્ય દેશોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ભારત સહિત ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ વચ્ચે અમદાવાદમાં (Ahmedabad)25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો (Kankaria Carnival)પ્રારંભ થયો છે. રવિવારે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર ભાઈ પટેલના (Bhupendra Bhai Patel)હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોરોના કાળના બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા અમદાવાદ મ્à
કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર  તમે પણ જવાનો હોય તો રાખજો ધ્યાન
Advertisement
ચીન સહિત અન્ય દેશોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ભારત સહિત ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ વચ્ચે અમદાવાદમાં (Ahmedabad)25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો (Kankaria Carnival)પ્રારંભ થયો છે. રવિવારે મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર ભાઈ પટેલના (Bhupendra Bhai Patel)હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોરોના કાળના બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એલર્ટ મોડ પર આવી ગયું છે. હવે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 
કાંકરિયા કાર્નિવલના સમયમાં થયો ફેરફાર
કાંકરિયા કાર્નિવલ અમદાવાદની ઓળખ બની ચુક્યો છે. આ કાર્નિવલમાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષયની થીમ સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કર્યો છે. હવે આ કાર્નિવલનો સમય સાંજે 6થી રાત્રે 9 કલાક સુધીનો રહેશે. નોંધનીય છે કે પહેલા કાંકરિયા કાર્નિવલનો સમય સાંજે 7થી રાત્રે 10 કલાક સુધીનો હતો. અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી અનુસાર રાત્રે 8 કલાક પછી લોકોને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ મળશે નહીં. વધુ લોકો કાર્નિવલમાં ભેગા ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×