Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે ચાર્જશીટ દાખલ,જાતીય સતામણીનો છે આરોપ

મુંબઈ પોલીસે બોલિવૂડ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગણેશ આચાર્ય પર જાતીય સતામણી, પીછો કરવાનો અને જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ગણેશ આચાર્ય સાથે કામ કરનાર કો-ડાન્સરે વર્ષ 2020માં કોરિયોગ્રાફર પર આ આરોપો લગાવ્યા હતા.ફરિયાદની તપાસ કરી રહેલા ઓશિવરા પોલીસ અધિકારી સંદીપ શિંદેએ તાજેતરમાં અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ મામલે ચàª
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે ચાર્જશીટ દાખલ જાતીય સતામણીનો છે આરોપ
Advertisement
મુંબઈ પોલીસે બોલિવૂડ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગણેશ આચાર્ય પર જાતીય સતામણી, પીછો કરવાનો અને જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ગણેશ આચાર્ય સાથે કામ કરનાર કો-ડાન્સરે વર્ષ 2020માં કોરિયોગ્રાફર પર આ આરોપો લગાવ્યા હતા.
ફરિયાદની તપાસ કરી રહેલા ઓશિવરા પોલીસ અધિકારી સંદીપ શિંદેએ તાજેતરમાં અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી છે. આઈપીસી કલમ 354-એ (જાતીય સતામણી), કલમ 354-સી (વોયરિઝમ), કલમ 354-ડી (પીછો કરવો), 509 (કોઈપણ મહિલાની નમ્રતાનું અપમાન), કલમ 323 (દુઃખ પહોંચાડવું) ગણેશ આચાર્ય અને તેના સહાયક વિરુદ્ધ કેસ કલમ 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદા સાથે ઈરાદાપૂર્વક અપમાન), કલમ 506 (ગુનાહિત ધમકી) અને કલમ 34 (ગુના કરવાનો સામાન્ય ઈરાદો) હેઠળ નોંધાયેલ છે. જ્યારે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ગણેશ આચાર્યએ આ ઘટનાક્રમ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, કોરિયોગ્રાફરે તેની કો-ડાન્સરના આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. જ્યારે કોરિયોગ્રાફરે પહેલીવાર ગણેશ આચાર્ય વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે તેની કાનૂની ટીમે ફેબ્રુઆરી 2020માં કહ્યું હતું કે, આવું કરવા માટે તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. તેણીની ફરિયાદમાં,ડાન્સરે કહ્યું છે કે જ્યારે ગણેશ આચાર્યે તેની જાતીય માંગને નકારી કાઢી ત્યારે ગણેશે આચાર્ય  અપમાનિત કરતો હતો. તેણે કહ્યું છે કે સાથે જ કોરિયોગ્રાફર તેના પર અભદ્ર કમેન્ટ પણ કરતા હતા, તેને પોર્ન ફિલ્મો બતાવતા હતા અને તેની છેડતી કરી હોવાનો આરોપ છે.
 કો ડાન્સર મહિલાના કહેવા પ્રમાણે, ગણેશ આચાર્યએ તેને વર્ષ 2019માં કથિત રીતે કહ્યું હતું કે જો તેને સફળતા જોઈતી હોય તો તેણે તેની સાથે સેક્સ કરવું પડશે જેનો તેણે ઇનકાર કર્યો, અને 6 મહિના પછી, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશને તેની સદસ્યતા રદ કરી દીધી હતી.
જ્યારે તેણે 2020 માં યોજાયેલી મીટિંગમાં આચાર્યની કાર્યવાહીનો વિરોધ કર્યો, ત્યારે કોરિયોગ્રાફરે કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના સહાયકે તેની પર હુમલો પણ કર્યો. તેણે કહ્યું, 'મહિલા સહાયકે મને માર માર્યો, મારી સાથે દુર્વ્યવહાર કર્યો, ત્યારબાદ હું પોલીસ પાસે ગઈ. પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર એક જ જાણવાજોગ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ મેં વકીલનો સંપર્ક કર્યો જેથી મામલો આગળ લઈ શકાય.
Tags :
Advertisement

.

×