70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચિત્તા, નામીબિયા પહોંચેલી ફ્લાઈટને અપાયો ટાઈગરનો લૂક
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસના દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલી અને સૌથી ઝડપથી દોડતા જંગલી પ્રાણી ચિત્તાને (Cheetah) લાવવામાં આવશે છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના 8 ચિત્તા ભારત આવવાના છે. તેમને લેવા માટે એક સ્પેશિયલ પ્લેન નામિબિયા પહોંચ્યું છે. પીએમ મોદી આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડશે.આ ચિત્તાઓને લેવા માટે નામીબિયા (Namibia) પહોંચેલા સ્પેશિયલ
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસના દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલી અને સૌથી ઝડપથી દોડતા જંગલી પ્રાણી ચિત્તાને (Cheetah) લાવવામાં આવશે છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના 8 ચિત્તા ભારત આવવાના છે. તેમને લેવા માટે એક સ્પેશિયલ પ્લેન નામિબિયા પહોંચ્યું છે. પીએમ મોદી આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડશે.
આ ચિત્તાઓને લેવા માટે નામીબિયા (Namibia) પહોંચેલા સ્પેશિયલ પ્લેનને સુંદર પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું છે. પ્લેનમાં ટાઈગરનું પેઈન્ટિંગ લગાવવામાં આવ્યું છે. આ વિશેષ વિમાન દ્વારા પ્રથમ ચિત્તાઓને નામીબિયાથી જયપુર લાવવામાં આવશે. આ પછી તે જ દિવસે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. જે PM મોદી પોતાના જન્મદિવસ પર દેશને સોંપશે.
નામિબિયામાં (Namibia) ભારતના હાઈકમિશને ટ્વિટર પર આ વિશેષ વિમાનની તસવીરો શેર કરતા કહ્યું કે, વાઘની ભૂમિ પર સદ્ભાવના રાજદૂતોને લઈ જવા માટે બહાદુરની ભૂમિમાં એક વિશેષ સંદેશવાહક પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં (India) ચિત્તાના (Cheetah) પુન:વસવાટ માટે માટે લાંબા ગાળાના પ્રયાસો થઈ રહ્યા છે અને જે હેઠળ વર્ષ 2009માં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે આંતરરાષ્ટ્રીય ચિત્તા નિષ્ણાતોની બેઠક યોજાઈ હતી. વર્ષ 2010 માં ચિત્તા પુનર્વસન માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં 10 સંભવિત વિસ્તારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સંભવિત 10 સ્થળોમાંથી, કુનો અભયારણ્ય હાલનું કુનો નેશનલ પાર્ક, શ્યોપુર સૌથી યોગ્ય હોવાનું જણાયું હતું. તે પણ જણાવી દઈએ કે, ચિત્તાનાન પુનર્વસનને લગતા પર્યાપ્ત અભ્યાસના અભાવને કારણે વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આવનારા 8 ચિત્તાનો પરિચય
ભારતમાં (India) લાવવામાં આવી રહેલા 8 ચિત્ત ઓમાંથી 5 માદા અને 3 નર છે. જેમાં માદા ચિત્તાની ઉંમર 2 થી 5 વર્ષ અને નરની 4.5 થી 5.5 વર્ષ વચ્ચે છે. ત્રણ નર ચિત્તાઓમાં બે ભાઈઓનો સમાવેશ થાય છે, જેઓ જુલાઈ 2021થી નામિબિયામાં ચિતા સંરક્ષણ ભંડોળના રિઝર્વ પાર્કમાં રહે છે. અન્ય એક નર ચિત્તનો જન્મ બીજા રિઝર્વ પાર્કમાં 2018માં થયો હતો.
જ્યારે માદા ચિત્તામાંથી એક માદા દક્ષિણપૂર્વીય નામીબિયામાં (Namibia) ગોબાબીસ નજીકના એક વોટરકોર્સમાં માદા ચિત્તા મળી આવી હતી. તે સમયે તે કુપોષિત હતી. તેને 2020માં ચિતા સંરક્ષણ ફંડના રિઝર્વ પાર્કમાં લાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે તેણીની માતાનું મોત જંગલમાં લાગેલી આગને કારણે થયું હતું તેના થોડા અઠવાડિયા પહેલા તેણી મળી હતી. બીજી માદા ચિત્તા CCF રિઝર્વ પાર્ક પાસેના ખેતરમાં પકડાઈ હતી. ત્રીજી માદા ચિત્તાનો જન્મ એપ્રિલ 2020માં એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વ પાર્કમાં થયો હતો. ચોથી માદા 2017માં એક ખેતરમાં કુપોષિત હાલતમાં મળી આવ્યી હતો અને 2019માં પાંચમી માદા ચિત્તા મળી આવી હતી.
ચિત્તાના પુનર્વસન માટે કુનો જ કેમ?
નામિબિયામાં ભારત લાવવામાં આવી રહેલા ચિત્તાને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) જ કેમ રાખવામાં આવી રહ્યાં છે તે પ્રશ્ન ચોક્કસથી થાય, આપને જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્ક એક સમયે ચિત્તાનું ઘર ગણાતું હતું.અહીં ચિત્તાને શિકાર માટે અનુકુળ વાતાવરણ છે તેમજ આ નેશનલ પાર્ક આજુબાજુ એકપણ ગામ નથી તેથી માનવ વસાહતને ચિત્તાથી જોખમ ઉભુ થાય તેવો કોઈ પ્રશ્ન જ નથી.
Advertisement


