મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોઇને જાણ કર્યા વગર વડોદરાની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, લોકોના પ્રશ્નો જાણ્યા, જુઓ વિડીયો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શુક્રવારે એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. જેની અત્યારે ચોતરફ ચર્ચા પણ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રેવારે ઓચિંતી જ વડોદરાની મુલાકાત લીધી હતી. તે પણ વડોદરાની કોઇ સરકારી ઓફિસ કે પોશ વિસ્તારની નહીં પરંતુ ઝૂંપડપટ્ટી વિસ્તારની. મુખ્યનમંત્રીની આ પ્રકારની ઓચિંતી મુલાકાતે સૌ કોઇને ચોંકાવ્યા હતા. અત્યારે સોશિયલ મીડિયા પર તેમના ફોટો àª
Advertisement
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શુક્રવારે એક અનોખો અંદાજ જોવા મળ્યો છે. જેની અત્યારે ચોતરફ ચર્ચા પણ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રેવારે ઓચિંતી જ વડોદરાની મુલાકાત લીધી હતી. તે પણ વડોદરાની કોઇ સરકારી ઓફિસ કે પોશ વિસ્તારની નહીં પરંતુ ઝૂંપડપટ્ટી વિસ્તારની. મુખ્યનમંત્રીની આ પ્રકારની ઓચિંતી મુલાકાતે સૌ કોઇને ચોંકાવ્યા હતા. અત્યારે સોશિયલ મીડિયા પર તેમના ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
આજે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો શપથવિધિ સમારોહ છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. ત્યારે લખનઉ જતા પહેલા તેઓ વડોદરામાં આવેલી એકતાનગરની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. અચાનક આ રીતે મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં જોયા બાદ ત્યાંના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. મુખ્યમંત્રીએ ત્યાંના લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણી હતી. મુખ્યમંત્રીએ ઝૂંપડપટ્ટીનના સ્થાનિકો સાથે, ત્યાંના લાર-ગલ્લાવાળા તેમજ સામાન્ય દુકાનદારો સાથે વાત કરી હતી.
બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ એક સામાન્ય માણસની જેમ કોઇને પણ જાણ કર્યા વગર વડોદરા પહોંચ્યા હતા. સીએમ સિક્યુરિટી કે પછી વડોદરાના સરકારી અધિકારીઓને પણ જાણ કરવામા નહોતી આવી. જ્યારે ખબર પડી કે મુખ્યમંત્રી વડોદરાના એકતાનગરની મુલાકાતે આવ્યા છે ત્યારે અધિકારીઓ દોડતા થયા હતા. આ સિવાય મુખ્યમંત્રીએ વાઘોડિયાના સુખાલીપુરા ગામની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમિયાન લોકોએ પણ મુખ્યમંત્રીને પોતાની વિવિધ સમસ્યાઓ જણાવી હતી. આ સંમસ્યાના નિવારણ માટે ભૂપેન્દ્ર પટેલે હૈયાધારણા આપી છે.
Advertisement


